પોલીસ ભરતીમાં ભરઉનાળે ફિઝિકલ એક્ઝામનો વિરોધ: કલેકટર કચેરીમાં દેખાવ

  • March 27, 2021 02:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા પી.એસ.આઈ અને એ.એસ.આઈ ની ભરતી માટેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે તેમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં ફિઝિકલ પરીક્ષા લેવાનું કારણ શું એવા સવાલો યુવાનો દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા અને આ પરીક્ષા આપવા માંગતા ઉમેદવારોએ નવી કલેક્ટર કચેરી ખાતે દેખાવો કરી નિયમોમાં બદલાવ કરવા સહિતની બાબતો નું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

 

દોડમાં જે ઉમેદવારો પસંદ થાય તેમાંથી 15 ગણા ઉમેદવારોને બીજા તબક્કાની પ્રાથમિક લેખિત કસોટી માટે પસંદ કરવામાં આવે છે આ નિયમ રદ થવો જોઇએ આ ઉપરાંત દરેક ભરતી પરીક્ષામાં કોલેજના છેલ્લાં વર્ષના વિદ્યાર્થીઓને પણ પરીક્ષાની તક આપવામાં આવે છે તો પોલીસ ભરતીમાં પણ આ નિયમ લાગુ પાડવો જોઇએ તેવી માગણી કરવામાં આવી હતી આ ઉપરાંત નોટિફિકેશનમાં કેટેગરી પ્રમાણે ની સીટ ફાળવણીમાં રહેલી વિસંગતતાઓ દૂર કરવા ની પણ જરૂર હોવાનું જણાવાયું છે. આર્મીની પરીક્ષામાં પણ ન હોય તેટલા કઠોર માપદંડ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ શા માટે અપ્નાવે છે તેવો સવાલ યુવાનોએ ઉઠાવ્યો છે અને તમામ જગ્યાને કેટેગરી પ્રમાણે ત્રણ ભાગમાં વિભાજિત કરવાનો શું મતલબ તેવો સવાલ પૂછવામાં આવેલ છે.

 

નિયમોમાં અચાનક કરવામાં આવેલા ફેરફાર સામે પણ શંકાઓ ઉભી કરવામાં આવી છે અત્યાર સુધી પ્રતિક્ષા યાદી જાહેર કરવામાં આવતી હતી તે હવે શા માટે જાહેર નહીં કરાય તેવો સવાલ પણ ઉઠાવવામાં આવ્યો છે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS