ચાના થડા-પાનના ગલ્લા બંધ કરાવવા આદેશ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા આજે સવારથી સમગ્ર શહેરમાં ચાના થોડા અને પાનના ગલ્લા બંધ કરાવવા આદેશ કરવામાં આવ્યો છે.સ્ટાફને એવી કડક તાકીદ કરાઈ છે કે ઝીરો ટોલરન્સ પોલીસી સાથે આ કામગીરી કરવાની રહેશે. કમિશનરના આદેશના પગલે દબાણ હટાવ શાખાની ટુકડીઓ સમગ્ર શહેરમાં ફરી વળી છે અને ચાની હોટેલો તેમજ પાનના ગલ્લા અને દુકાનો બંધ કરાવવા માટે કડક કાર્યવાહી હાથ ધરી છે.


વિશેષમાં મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ જણાવ્યું હતું કે શહેરીજનોને બહારનું નહીં ખાવા પીવા માટે અપીલ કરવામાં આવે છે. લોકો બહારનું ખાતા બંધ થાય તે માટે જ ચાની હોટેલો અને પાનના ગલ્લા બંધ કરાવવામાં આવી રહ્યા છે.જન આરોગ્ય માટે તંત્ર સતત ચિંતિત છે રાજકોટમાં કોરોના વધુ ન ફેલાય તે માટે મ્યુનિસિપલ સ્ટાફ દિવસ-રાત કામગીરી કરી રહ્યો છે. રાજકોટમાં કોરોનાનો પોઝિટિવ કેસ મળ્યા બાદ તબક્કાવાર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. લોકોને બને ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવા માટે અપીલ છે. સતત હાથ ધોતા રહેવા અને જાહેરમાં ફૂંકવાનું ટાળવા પણ અનુરોધ છે. મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે સ્ટાફને સૂચના આપી છે કે જો કોઈ પણ ચાના થોડા ધારક કે પાનના ગલ્લા ધારકો બંધ કરવા માટે આનાકાની કરે તો કોઈપણ પ્રકારની શરમ કે ભલામણમાં આવ્યા વિના તેમના નાના થોડા અને પાનના ગલ્લા જપ્ત કરી લેવાના રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS