કોરોના માટે ખાનગી હોસ્પિટલો ફરી શરૂ કરવા આદેશ: સાંજે મિટિંગ

  • March 22, 2021 03:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્સર હોસ્પિટલ ફરી ચાલુ કરાશે: સમરસ સેન્ટરની એક વીગ કેર સેન્ટર માટે શરૂ કરવા નિર્ણય

 


કોરોના નબળો પડવાના કારણે અગાઉ બંધ કરાયેલી મોટાભાગની વ્યવસ્થા હવે ફરી નવેસરથી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે રાજકોટ શહેરમાં સરકારી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓને સારવાર માટે પુરતી વ્યવસ્થા હોવા છતાં જે દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા માગે છે તેમના માટે આ વ્યવસ્થા ઊભી કરવા માટે અગાઉ કોવિડ હોસ્પિટલ તરીકે કાર્યરત તમામ ખાનગી હોસ્પિટલો ફરી શરૂ કરવાનો સરકારે આદેશ આપ્યો છે.

 


ગયા માર્ચ મહિના બાદ કોરોના ઉપાડો લીધો હતો અને એપ્રિલ-મે માસમાં રાજકોટમાં ખાનગી હોસ્પિટલોમાં કોરોના ની સારવાર શરૂ કરવામાં આવી હતી ફુલ 29 ખાનગી હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવતી હતી તે પૈકી માત્ર 14 હોસ્પિટલો અત્યારે કાર્યરત છે અને બાકીની હોસ્પિટલનો એ કોવીડની સારવાર બંધ કરવા માટે કરેલી અરજીનો ભૂતકાળમાં સ્વીકાર કરાયો છે આ તમામ હોસ્પિટલો ફરી શરૂ કરવા માટે સુચના આપવામાં આવી છે પણ મોટા ભાગની ખાનગી હોસ્પિટલના સંચાલકો આ માથાજીકમાં પડવા માંગતા ન હોવાનું બહાર આવતા જિલ્લા કલેક્ટરે સાંજે ચાર વાગે ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના રાજકોટ ખાતેના પ્રતિનીધીઓ ખાનગી ડોક્ટરો અને ખાનગી હોસ્પિટલના સંચાલકોને મીટીંગ માટે બોલાવ્યા છે.

 


કોરોનાની લમણાજીકમાંથી માંડ છૂટ્યા છીએ અને હવે અમારે તે શરૂ નથી કરવી તેમ જણાવતા ખાનગી હોસ્પિટલના ડોક્ટરો કહે છે કે ફાયર સેફટી એનઓસી સહિતની સગવડતા માગવામાં આવે છે પરંતુ ભાડાના મકાનમાં આવેલી મોટાભાગની હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીના પુરતા સાધનો નથી અને તેના કારણે ભવિષ્યમાં પ્રશ્નો ઊભા થાય તો હોસ્પિટલ પર સમગ્ર દોષનો ટોપલો ઢોળી દેવામાં આવે છે. અમારે આવી માથાજીકમાં પડવું નથી.

 


દરમિયાનમાં સમરસ હોસ્ટેલમાં એક વીગમા કોવીડ કેર સેન્ટર શરૂ કરવામાં આવશે આ ઉપરાંત કેન્સર હોસ્પિટલ પણ કોરોના દર્દીઓ માટે શરૂ કરવામાં આવશે સમરસમા 98 અને કેન્સર હોસ્પિટલમાં 192 બેડની વ્યવસ્થા કરવામાં આવનાર છે.

 

સમરસ સેન્ટરમાં ઓક્સિજન લાઈન ઉતાવળે કાઢી નખાય
કોરોના ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ પર આવેલી સમરસ હોસ્ટેલમાં લાખો રૂપિયાના ખર્ચે ઓક્સિજન ની લાઇન નાખવામાં આવી હતી કોરોના કેસની સંખ્યા ઘટતા ની સાથે જ ઉતાવળ માં આ લાઈન કાઢી નાખવામાં આવી છે અને તેના કારણે આ વખતે સમરસનો ઉપયોગ માત્ર કેર સેન્ટર તરીકે કરવો પડે તેમ છે.

 


કાલથી કંટ્રોલમ શરૂ કરાશે
કઈ ખાનગી હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે તેની માહિતી લોકોને ફોન પર ઉપલબ્ધ થાય તે માટે આવતીકાલથી 5 લાઈન સાથેનો ક્ધટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે તેના ટેલીફોન નંબર આવતીકાલે જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત હોસ્પિટલો સંદર્ભે કોઈ ફરિયાદ હોય તો તે માટે વધુ એક કંટ્રોલરૂમ કાલથી શરૂ કરવામાં આવશે અને તેમાં પ્રાંત અધિકારી સિદ્ધાર્થ સિંહ ગઢવીને જવાબદારી સોંપવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS