આપણે ઘણું કરવામાં અસફળ થઇ રહ્યા છીએ, આપણી હેલ્થકેર સિસ્ટમ પણ અસફળ : સોનું સુદ

  • April 21, 2021 08:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાવાયરસ બીમારી દરમિયાન સોનુ સૂદ સુપર હીરો બનીને સામે આવ્યા છે. છેલ્લા એક વર્ષમાં સોનુ સૂદ લોકોની મદદ કરવાની પોતાનાથી બનતી તમામ કોશિશો કરી રહ્યા છે. હાલમાં ભારત દેશમાં કોરોનાવાયરસના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે, ત્યારે સોનુ સૂદ તે લોકોની મદદ કરી રહ્યા છે, જે કોરોનાની સારવાર માટે કોઈપણ પ્રકારની અસુવિધાનો સામનો કરી રહ્યો હોય. સોનુ સૂદ પોતે પણ કોરોના સંક્રમિત છે અને આવી સ્થિતિમાં પણ તેઓ લોકોની મદદ કરી રહ્યા છે. પરંતુ હવે સોનુ લોકોની મદદ કરી શકતા નથી. સોનુ સૂદે તાજેતરમાં એક ટ્વીટ કરીને કહ્યું હતું કે, હવે તે પણ સુવિધાની અછતના કારણે લોકોની મદદ કરી શકતા નથી.

 

 

એવું લાગે છે કે સોનુ સૂદ પોતાની જાતને મજબૂર અનુભવી રહ્યા છે અને તેનું કારણ એ છે કે, તે લોકોની મદદ કરી શકતા નથી. પોતાના દુઃખને સોનુ સૂદે ફ્રેન્સ સાથે શેર કર્યું હતુ. સોનુ સૂદે ટ્વીટમાં લખ્યું હતું કે, સોમવારે 570 બેડ માટે અનુરોધ કરવામાં આવ્યો હતો જેમાંથી તેઓ માત્ર 112 બેડની વ્ય્વસ્થા કરી શક્યા છે. 1477 રેમડિસિવિરની જરૂર સામે તેઓ માત્ર 18ની જ વ્ય્વસ્થા કરી શકયા છે. આથી સોનુ સુદે લખ્યું હતું કે આપણે અસફળ થયા છીએ. આપણી હેલ્થ કેર સિસ્ટમ પણ અસફળ થઈ ગઈ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS