વેરાવળમાં બોટમાં ફસાયેલા 8 લોકોમાંથી 5નો થયો બચાવ

  • May 18, 2021 06:14 PM 

તાઉતે વાવાઝોડાનું લેન્ડફોલ થયા બાદ વેરાવળમાં તેણે તબાહી સર્જી છે. વાવાઝોડાના કારણે વેરાવળનો દરિયો એટલો ગાંડોતૂર બની ગયો હતો કે, કાંઠે લાંગરવામાં આવેલી બોટને પણ દરિયામાં ખેંચીને લઈ ગયો હતો. આવામાં વેરાવળના દરિયામાં 5 બોટ ફસાઈ હતી. જેમાં એક બોટ ડૂબી ગઈ હતી, અને અન્ય બે બોટમાં 8 લોકો ફસાયા છે. જેઓની રેસ્ક્યૂ કામગીરી હાલ સ્થાનિક તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી. 

 

જો કે બપોર સુધીમાં કોસ્ટગાર્ડ દ્વારા વેરાવળના દરિયા કિનારે બોટમાં ફસાયેલા 8 માછીમારોનો બચાવી લેવામાં આવ્યા હતા. તમામ માછીમારોને તેમની તૂટેલી બોટમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી તેમને કિનારે લાવવામાં આવ્યા હતાં. અહીં તેમનું એમ્બ્યુલન્સમાં હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું.  હજુ 3 માછીમાર દરિયામાં ફસાયેલા છે જેને બચાવવાની કામગીરી ચાલી રહી છે.
 

વેરાવળમાં વાવાઝોડું તાઉતે પસાર થયા બાદની અસર સામે આવી રહી છે. વેરાવળ બંદરે 5 બોટ ભારે પવનના કારણે મજબૂત બાંધેલી વિશાળ બોટ દરિયામાં તણાઈ હતી. ગત રાત્રે જેટીમાં તમામ બોટ બાંધેલી હતી. પરંતુ ભારે  પવનને કારણે એન્કર અને દોરડા તૂટ્યા હતા. જેથી પાંચ બોટ દરિયામાં જતી રહી હતી. પાંચમાંથી એક બોટ દરિયામાં પવનને કારણે ઝોલા ખાતી હતી, જે ક્ષણવારમાં જ ડૂબી ગઈ હતી. આ બોટમાં સવાર લોકો બીજી બોટ પર જતા રહ્યા હતા, જેથી પોતાનો જીવ બચાવી શક્યા હતા. ત્યારે આ બે બોટ હજી પણ પાણીમાં છે. આ બંને બોટમાં 8 લોકો સવાર છે. જેમને બચાવવા માટે એનડીઆરએફ, મામલતદાર, પોલીસ અને કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું હતું.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS