અંજારથી નિકળેલા ૫૬૦ એલઇડી ટીવીમાંથી ૨૩ ચોરાયા

  • November 25, 2020 08:45 AM 370 views

અંજારના ગળપાદર હાઈવે પર સ્થિત જીનસ કંપનીમાંથી ૫૬૦ એલઈડી ટીવીને કન્ટેનરમાં ભરીને મહારાષ્ટ્ર્રના ભીવંડી મોકલવાનું નક્કી થયા બાદ નિયત સ્થળે તપાસ કરતા ૨૩ એલઈડી ઓછી આવી હોવાનું સામે આવતા મામલો સામે આવ્યો હતો. જે અંગે સતત થઈ રહેલા સમાધાનના પ્રયાસો અને દાવા છતાં કાંઈ ફળીભૂત ન થતા અંતે ટ્રાન્સપોર્ટરે જવાબદારી આપી હતી તે સર્વિસ ધારક અને ડ્રાઇવર વિદ્ધ ફરિયાદ નોંધાવી હતી.


અંજાર પોલીસ મથકે સુધીરભાઈ ચૌધરીએ ટ્રક ન.ં ડીએન ૦૯ આર ૯૩૭૬ના ડ્રાઇવર બજરગં શીશપાલ અને ગુ કન્ટેનર સર્વિસના અલદીપ પુનીયા (રહે.હમીનપુર, ઝુઝનુ, રાજસ્થાન) વિદ્ધ ગુનો નોંધાવતા જણાવ્યું હતું કે જીનસમાંથી તેમને મળેલા આ ઓર્ડર અનુસાર તેમણે આરોપીને ટ્રકની જરૂરિયાત હોવા અંગે કહૃાું હતું. ત્યારબાદ નિયત સમય અનુસાર તા.૦૬૧૧ના કુલ ૮૨,૯૬,૦૦૯ની કિમંતના થતા ૫૬૦ એલઈડી ટીવી લોડ કરીને મહારાષ્ટ્ર્રના ભીવંડીના વીયુ ટેકનોલોજી પ્રા. લીમીટેડમાં જવા રવાના થયા હતા.


પરંતુ તા.૦૮૧૧ના સવારે ડ્રાઈવરનો ફરિયાદી પર ફોન આવ્યો હતો કે કન્ટેનરનું શીલ તુટેલુ છે અને ૨૩ ટીવી ઓછા હોવાનું માલુમ પડે છે. જે અંગે જવાબદેહ ટ્રાન્સપાર્ટ દ્રારા સતત સમાધાનના દાવાઓ કર્યા બાદ પણ કાંઈ ન થતા અંતે ૨૩ ટીવીના ૩,૪૦,૭૨૮નો વિશ્ર્વાસઘાત કર્યાની ફરિયાદ બન્ને આરોપી વિદ્ધ નોંધાઈ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application