પાડોશી દેશ પાકિસ્તાને પણ જેમને સિહ સાથે સરખાવ્યા હતા તે વિક્રમ બત્રાને મરણોતર પરમ વીર ચક્ર એનાયત કરાયો હતો

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 


આજે ભારત અને ચીન વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે તેનું કારણ ગળવાન ઘાટીમાં થયેલી હિંસામાં દેશના 20 જવાનો શહીદ થયા હતા ત્યારે દેશ માટે પ્રાણની આહુતિ આપનાર એક રીયલ હીરોને યાદ કરીએ. આજથી  20 વર્ષ પહેલાં 7 જુલાઈ 1999 ના રોજ આ દિવસે કારગિલનો હીરો વિક્રમ બત્રા તેના સાથી અધિકારીને બચાવતી વખતે શહીદ થયો હતો. તેમની શહાદત તેની આ સ્ટોરી સાંભળીને આખો દેશ રડ્યો હતો કે કેવી રીતી તે કારગિલ યુદ્ધના થોડાક મહિના પહેલા તે જ્યારે તે પાલમપુરમાં તેના ઘરે આવ્યો ત્યારે તે તેના મિત્રોને 'ન્યુગલ કેફે' લઈ ગયો અને ત્યાં તેણે પોતાના મિત્રોને ટ્રીટ આપી હતી.અહીં તેના એક મિત્રએ કહ્યું, "હવે તું સેનામાં છો. તમારું ધ્યાન રાખજે". આના પર વિક્રમ બત્રાએ કહ્યું કે ચિંતા ન કરશો. કાં તો હું વિજય પછી ત્રિરંગો લહેરાવીને આવીશ અથવા તે જ તિરંગામાં લપેટાઈને પણ હું ચોક્કસ આવીશ. આવા બહાદુર યોદ્ધાની લવ સ્ટોરી પણ આવા જુસ્સાથી ભરેલી છે. વિક્રમ બત્રા એક યુવતીને પ્રેમ કરતો હતો. બંને કારગિલ યુદ્ધની લડત પહેલા 1995 માં પંજાબ યુનિવર્સિટીમાં મળ્યા હતા. જ્યાં બંને અંગ્રેજીમાંથી એમ.એ.નો અભ્યાસ કરતા હતા. બંને સારા મિત્ર બન્યા હતા. પાછળથી આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી.

 

 દેહના જવાન 1996માં વિક્રમની પસંદગી ભારતીય સૈન્ય એકેડેમી (આઈએમએ) માં થઈ હતી અને તે દહેરાદૂન ગયો અને કોલેજ છોડી દીધી. વિક્રમ તેના સિલેક્શનથી ખૂબ ખુશ હતો. પરંતુ તેની ગર્લફ્રેન્ડને ખબર હતી કે જો વિક્રમ દૂર જશે તો તેમના સંબંધોમાં અંતર વધી શકે છે. કારગિલ યુદ્ધના પુરુ થતાની સાથે જ તે પ્રેમિકા સાથે લગ્ન કરશે એવું વચન આપ્યું હતુ. પરંતુ આવું થઈ શક્યું નહીં. અને તેમની ખની અધુરી રહી ગઈ હતી.

 

આ આશ્સ્પ્દ જવાન વિક્રમ બત્રાને પરમ વીર ચક્ર એનાયત કરાયો હતો. તેમને આ એવોર્ડને મરણોત્તર 1999 માં મળ્યો હતો. જ્યારે દેશની રક્ષા માટે તેમણે પોતાના જીવનું બલિદાન આપ્યું ત્યારે તે 25 વર્ષના હતા. વિક્રમ બત્રાનો જન્મ 9 સપ્ટેમ્બર 1974 માં હિમાચલ પ્રદેશના પાલમપુરમાં થયો હતો. કેપ્ટન વિક્રમ બત્રાની આગેવાની હેઠળ 19 જૂન, 1999 ના રોજ ભારતીય સેનાએ ઘૂસણખોરો પાસેથી કારગિલનો બિંદુ 5140 શિખર છીનવી લીધો. તે એક મોટો મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક પોઈન્ટ હતો. કારણ કે તે ઉંચા, સીધા ચઢાણ પર છે. ત્યાં છુપાયેલા પાકિસ્તાની ઘુસણખોરોએ ભારતીય સૈનિકો પર ગોળીબાર કર્યો હતો. આ જીત્યા પછી વિક્રમ બત્રા આગળનો પોઈન્ટ  4875 જીતવા માટે આગળ વધ્યો. જે સી સ્તરથી 17 હજાર ફૂટની ઉંચાઈએ હતો અને 80 ડિગ્રી પર ચઢાણ પર હતો.

 

એક યાદગાર દિવસ  7 જુલાઈ, 1999 હતો. જ્યારે બિક્રમ બત્રાએ ઘાયલ અધિકારીને બચાવતાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. અધિકારીને બચાવતાં કપ્તાને કહ્યું, "તમે હટી જાઓ. તમારે પત્ની અને સંતાન છે. 'બંકરમાં તેની સાથે રહેલા વિક્રમ બત્રાના સાથીદાર નવીન કહે છે કે તેના પગની પાસે અચાનક બોમ્બ ફૂટ્યો હતો. નવીન ખરાબ રીતે ઘાયલ થયો હતો. વિક્રમ બત્રાએ તરત જ તેને ત્યાંથી હટાવ્યો, જેનાથી નવીનનો જીવ બચ્યો. પરંતુ કેપ્ટને દેશની ધરતી માટે પોતાનો જીવ આપ્યો. કેપ્ટન વિક્રમ બત્રાની બહાદુરીની વાતો ફક્ત ભારતમાં જ નહીં પણ પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ છે. પાકિસ્તાની સેનાએ તેનું નામ 'શેર શાહ' રાખ્યું હતું. તેને યાદ કરીએ અને તેના બલીદાન બદલ ગૌરવ લઈએ એજ સાચી શ્રધાંજલિ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application