તાલિબાન અને પાકિસ્તાન વધે રંધાઈ રહી છે ખીચડી, ISIના ચીફ જોવા મળ્યા તાલિબાની નેતાઓ સાથે 

  • September 04, 2021 03:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાકિસ્તાન સરકાર તાલિબાન સાથેના સંબંધોને સતત નકારી રહી છે, પરંતુ આ દરમિયાન પાકિસ્તાનના ISI ચીફ ફૈઝ હમીદની કાબુલની મુલાકાતથી ચર્ચાઓ વધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હમીદ સાથે ઘણા પાકિસ્તાની સૈન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. જો કે, આ પહેલી વખત નથી કે ગુપ્તચર એજન્સીના વડા અને તાલિબાન નેતૃત્વ વચ્ચે બેઠકના અહેવાલો આવ્યા છે. થોડા સમય પહેલા, અફઘાનિસ્તાનમાં નવા શાસનના વડા માનવામાં આવતા મુલ્લા અબ્દુલ ગની બરાદર સાથે તેમની તસવીર સામે આવી હતી.


 

રાજદૂત સાથે મુલાકાત

 

અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારની હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં કાબુલમાં ISIની હાજરીએ ઘણા સવાલો ઉભા કર્યા છે. પાકિસ્તાની અધિકારીઓની ટીમે દાવો કર્યો છે કે, 'તેઓ રાજદૂતને મળવા માટે કાબુલ પહોંચી ગયા છે.' પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને પણ તાલિબાનના વધતા પ્રભાવને ટેકો આપ્યો છે. 15 ઓગસ્ટના રોજ કાબુલ કબજે કર્યા પછી, પાકિસ્તાનના પીએમ ખાને કહ્યું હતું કે, 'આ જૂથ ગુલામીની બંધનો તોડી રહ્યું છે'.

 

સંબંધો છુપાતા નથી !

 

ગૃહમંત્રી શેખ રશીદે જાહેરમાં સ્વીકાર્યું કે, 'પાકિસ્તાન તાલિબાનનું "રક્ષક" રહ્યું છે. અમે તાલિબાનના નેતાઓના સરંક્ષક છીએ. અમે લાંબા સમય સુધી તેમની સંભાળ લીધી છે. તેમને પાકિસ્તાનમાં આશ્રય, શિક્ષણ અને ઘર મળ્યું. અમે તેમના માટે બધું જ કર્યું છે.'

 

અમેરિકા અને ભારતની નજર પાકિસ્તાનની હરકતો પર 

 

શુક્રવારે તાલિબાનને લઈને ભારત તરફથી પ્રતિક્રિયા આવી હતી. વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ કહ્યું હતું કે, 'ભારત અને તાલિબાન વચ્ચેનો સંપર્ક હાલમાં મર્યાદિત છે. અફઘાનિસ્તાનમાં થઈ રહેલા ફેરફારો વચ્ચે, અમેરિકા પાકિસ્તાનની ગતિવિધિઓ પર પણ નજીકથી નજર રાખી રહ્યું છે. આ સાથે તેમણે ભારતને નવીનતમ ઘટનાઓ પર સાવધ રહેવાનું પણ કહ્યું હતું.'

 

તાલિબાનને પાકિસ્તાનનું સમર્થન

 

ઘણા નિષ્ણાતોએ કહ્યું છે કે, 'પાકિસ્તાનની ISI અફઘાનિસ્તાનમાં તાલિબાનને ટેકો આપી રહી છે. 1980માં સોવિયત સામે મુજાહિદ્દીનની શરૂઆતથી પાકિસ્તાન અફઘાન મુજાહિદ્દીનના સમર્થનમાં અમેરિકાની સાથે ઉભુ રહ્યું. સોવિયેત દળો સામેની જીત પછી, તાલિબાન અફઘાનિસ્તાનમાં સૌથી શક્તિશાળી લશ્કરી જૂથ તરીકે ઉભરી આવ્યું અને થોડા સમય માટે દેશ પર શાસન કર્યું. 9/11ના હુમલા બાદ જ્યારે અમેરિકાએ તાલિબાનને નિશાન બનાવ્યું ત્યારે પાકિસ્તાન બળવાખોર જૂથના લડવૈયાઓનું આશ્રયસ્થાન બની ગયું. જૂની અફઘાન સરકારનો આરોપ છે કે તાલિબાન પાકિસ્તાન પાસેથી આર્થિક અને લશ્કરી મદદ મેળવે છે.'


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS