રાજકોટમાં રોજે–રોજ ઓકિસજન માટે પારાયણ: સાત કલાકે એક સિલિન્ડર મળે...

  • April 27, 2021 03:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓકિસજનના જથ્થા માટે એક સાંધે ને તેર તૂટે જેવી હાલત: શાપર અને મેટોડા સુધી ધક્કો, કલાકો લાઇનમાં ઉભા રહો પછી થાય રિફિલિંગ, થઇ જશે વ્યવસ્થા...તેવા તંત્રના વચન: ઓકિસજનના અભાવે સ્વજનોના છૂટી રહ્યા છે શ્ર્વાસ અને સાથ: ડોકટરો પણ બેબશ

 


રાજકોટમાં રોજેરોજ ઓકિસજન માટેની પારાયણ સર્જાય છે.ઓકિસજન ના જથ્થા માટે એક સાંધે ને તેર તૂટે જેવી રાજકોટ ની હાલત છે. સાત સાત કલાક ઉભા રહ્યા બાદ એક સિલિન્ડર લોકોને મળે છે. થઇ જશે વ્યવસ્થા તેવા તંત્રના વચનો પણ વામણા સાબિત થઈ રહ્યા છે. ઓકિસજન ના અભાવે સ્વજનોના સ્વાસ્થ્ય અને સાથ છૂટી રહ્યા છે તો ડોકટરો પણ પોતાને બેબસ અનુભવી રહ્યા છે.

 

 


રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રની અનેક હોસ્પિટલમાં દર્દીઓ માટે ઓકિસજનનો પ્રશ્ન સર્જાયો છે. હાલમાં રાજકોટ શહેરને ૧૨૦ ટન ઓકિસજનના જથ્થાની માંગવાની સામે તત્રં દ્રારા ૧૦૦ ટન ઓકિસજન સપ્લાય કરવામાં આવે છે. જેમાં ૭૦ ટન સિવિલ હોસ્પિટલ અને બાકી ૪૦ ટન ખાનગી હોસ્પિટલોને ઓકિસજન મળે છે જેના પરિણામે ગણતરીના કલાકો જ આ ઓપરેશન ચાલતું હોવાથી ફરી આ અછત સામે આવીને ઊભી રહે છે.

 

 


જાણવા મળતી વિગત મુજબ સિવિલ અને ૪૨ જેટલી ખાનગી હોસ્પિટલોને દરરોજ ૧૨૦ ટન ઓકિસજન ની જરત રહે છે, જેમાંથી ૧૦ ટન ભાવનગર અને ૧૦૦ ટન જથ્થો જામનગર થી આવે છે. જામનગર જિલ્લાના પ્લાન્ટમાંથી રાજયના અનેક જિલ્લાઓમાં માટે ઓકિસજન સપ્લાય થતો હોવાથી ત્યાં દરરોજ ટેન્કરોની લાંબી કતારો લાગે છે. રાજકોટની દર ત્રણ કે ચાર કલાકે મળવો જોઈતો સ્ટોક સમયસર મળતો નથી. હોમઆઇસોલેટ દર્દીઓ માટે હવે એકને બદલે ચાર પ્લાન્ટ ને છૂટ આપવામાં આવી છે જેમાં સાપર ની એક ઉપરાંત અન્ય એક અને મેટોડા ની બે એજન્સીને બાટલા ભરી દેવા માટે છૂટ આપ્યા હોવાનું જાણવા મળ્યું છે.

 

 

સૌરાષ્ટ્ર્રભરમાં ઓકિસજન વિના દર્દીઓ તરફડી રહ્યા છે ત્યારે
હાપાથી ઓકિસજન સ્પેશ્યલ ટ્રેન મહારાષ્ટ્ર્ર રવાના

 

 


ગુજરાત, સૌરાષ્ટ્ર્રમાં કોરોનાના સંક્રમણે માઝા મુકે છે ત્યારે દર્દીઓ માટે ફાળવવામાં આવતા ઓકિસજનની રાય તેમજ રાજકોટ–જામનગર અછત સર્જાઈ છે ત્યારે પિમ રેલવે દ્રારા ૩ ઓકિસજન ટેન્કરો રો રો સર્વિસ મારફત ગઈકાલે સમી સાંજે હાપાથી મહારાષ્ટ્ર્રના કલંબોલી ખાતે મોકલાયા છે તેથી લોકોમાં દુ:ખ સાથે આર્યની લાગણી ફેલાઈ છે.
પિમ રેલવે દ્રારા કોવિડ મહામારીમાં કેટલીક તબીબી પરિસ્થિતિમાં દર્દીઓને સારવાર માટે ઓકિસજનની ઉપલબ્ધતા જરૂરી છે. ભારતીય રેલવે મિશન મોડ પર આગામી ૨૪ કલાકમાં ૧૪૦ એમટીથી વધુ લિકવિડ ઓકિસજન પહોંચાડાશે, અત્યાર સુધીમાં ઓકિસજન એકસપ્રેસ મુંબઈ અને વિશાખાપટ્ટનમ વાયા નાગપુર અને નાસિક તથા લખનૌ વચ્ચે દોડાવવામાં આવી છે, અત્યાર સુધીમાં લગભગ ૧૫૦ ટન લિકવિડ ઓકિસજન ધરાવતા કુલ ૧૦ કન્ટેઈનર પરિવહન કરવામાં આવ્યા છે.

 

 


ગઈકાલે સાંજે ૬ વાગ્યે જામનગરના હાપાથી રવાના થયેલા રો રો સર્વિસ વેગન લિકવિડ મેડિકલ ઓકિસજનથી ભરેલી ૩ ટેન્કરને લઈને મહારાષ્ટ્ર્રના કલંબોલી રવાના કરાઈ, આ ઓકિસજન ટેન્કર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જામનગર દ્રારા સપ્લાય કરવામાં આવ્યા, લગભગ ૪૪ ટન લિકવિડ મેડિકલ ઓકિસજન વહન કરવામાં આવેલ, આ ઓકિસજન એકસપ્રેસ ૮૬૦ કિ.મી.નું અંતર કાપીને નોનસ્ટોપ કલંબોલી પહોંચશે. જામનગર શહેરમાં કોરોનાની બીજી લહેરે લોકોને હતાહત કરી ચુકયા છે ત્યારે કોવિડ–૧૯ના દર્દીઓ માટે ઓકિસજન ખુબજ અગત્યનો છે ત્યારે જામનગર શહેરમાં ફાળવવામાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ઓકિસજનની અછત સર્જાઈ છે આવા સમયમાં જામનગરના આંગણેથી મહારાષ્ટ્ર્રના કલંબોલી ખાતે રવાના કરાયેલા ઓકિસજન ભરેલા ૩ ટેન્કરથી લોકોમાં નારાજગી તેમજ ગુસ્સાનો માહોલ સર્જાયો છે, લોકો ઈચ્છી રહ્યા છે કે રાય સરકાર આ બાબતે પારોઠના પગલા ભરી જામનગર–રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રભરમાં પણ પુરતા પ્રમાણમાં ઓકિસજન ફાળવવામાં આવે તેવું જિલ્લાના લોકો ઈચ્છી રહ્યા છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS