મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં આજથી આંશિક લોકડાઉન: ગભરાટ

  • April 14, 2021 09:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં કોરોના વાયરસની બીજી લહેરે તબાહી મચાવી છે. બીજી લહેરથી દેશમાં સૌથી વધારે પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે. જ્યાં કોરોનાના દરરોજ 50 હજાર કરતા વધારે કેસ નોંધાઈ રહ્યા છે. એવામાં છેલ્લા ઘણા દિવસોથી મહારાષ્ટ્રમાં લોકડાઉન લાગુ થવાની અટકળોનો અંત આવ્યો છે અને આજથી આંશિક લોકડાઉન લાગી રહ્યું છે. આજે રાત્રે 8 વાગ્યાથી અનેક પ્રકારના પ્રતિબંધો લાગુ થઇ રહ્યા છે અને આ પ્રતિબંધોને કારણે આજે મુંબઈ સહિતના શહેરોમાં અફડાતફડીનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો ગભરાટભરી ખરીદી કરી રહ્યા છે અને બધી બાજુ ભીડ જોવા મળી રહી છે.

 


મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સંબોધન કર્યુ અને મહારાષ્ટ્રમાં લોકડાઉન જેવા જ કડક નિયમોની જાહેરાત કરી હતી. ઉદ્ધવે લોકડાઉન શબ્દનો ઉપયોગ કરવાને બદલે બ્રેક ધ ચેઇન એવું નામ આપ્યું છે. આજે રાત્રે 8 વાગ્યાથી મહારાષ્ટ્રમાં નવા પ્રતિબંધો લાગૂ થશે. આજથી આખા મહારાષ્ટ્ર રાજ્યમાં 144ની કલમ લાગુ કરવામાં આવી છે.
તો મહારાષ્ટ્રમાં જરુરી સેવાઓને છોડીને તમામ ઓફિસો બંધ રહશે. જો કે બેંક, ઇ-કોમર્સ, મીડિયા, ગાર્ડ, પેટ્રોલ પંપ વગેરેને આમાંથી છૂટ આપવામાં આવી છે. રેસ્ટોરેન્ટ ખુલા રહેશે, પરંતુ ત્યાં બેસીને ખાઇ શકાશે નહીં. તો ઉદ્ધવ સરકાર મહારાષ્ટ્રના 12 લાખ મજૂરોને 1500-1500 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. રિક્ષા ચાલકોને પણ 1500 રૂપિયા આપવામાં આવશે. આ ઉપરાંત આદિવાસીઓને 2 હજાર રૂપિયાની આર્થિક સહાય આપશે.

 


આ નિયંત્રણોથી ગભરાઈને મજૂરોનું પલાયન પણ શરુ થઇ ગયું છે છે રેલવે સ્ટેશનો ઉપર ભીડ જોવા મળી રહી છે.

 

 

ફિલ્મો અને ટીવી સિરિયલના શૂટિંગ રદ

 


મહારાષ્ટ્રમાં કોરોનાવાયરસ મહામારી નિયંત્રણની બહાર થઇ ગઇ છે તેમ ગઈકાલે મુખ્યમંત્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું અને આજથી આકરા નિયમો નું પાલન સમગ્ર રાજ્યમાં શરૂ થઈ રહ્યું છે ત્યારે હિન્દી ફિલ્મો તેમજ દરેક પ્રકારની ફિલ્મો અને ટીવી સિરિયલોના ની કામગીરી પણ સરકારે બંધ કરાવી દીધી છે અને હાલ તુરત પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. સાથોસાથ જાહેરાતો માટે ના શૂટિંગ પણ કેન્સલ કરી દેવામાં આવ્યા છે.

 


શૂટિંગ પર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે હજારો કામદારો અને કર્મચારીઓ કામ વગરના થઈ જશે અને સરકારે ગઈકાલે રાત્રે સાડા પાંચ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે અને તેમાં ગરીબોને મફત અનાજ અને રોકડ રકમ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

 


પ્રથમ લહેર દરમિયાન પણ ફિલ્મો અને ટીવી સિરિયલ શૂટિંગ રદ કરવાની ફરજ પડી હતી. કોરોનાવાયરસ મહામારીને ફેલાતી અટકાવવા માટે આ પગલું જરૂરી છે તેમ સરકારે જાહેર કર્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS