રાજકોટ બસ પોર્ટમાં 150 મુસાફરો કોરોના પોઝિટિવ

  • April 15, 2021 02:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ડેપો મેનેજર હોમ કવોરન્ટાઇન: ટ્રાફિક ઘટી જતાં અનેક ટ્રીપ રદ


રાજકોટ એસટી બસ પોર્ટમાં આવતા-જતાં મુસાફરોના કોરોના ટેસ્ટ માટે મહાનગરપાલિકાના સહયોગથી એન્ટિજન ટેસ્ટ બુથ શરૂ કરાયું છે. જયાં આગળ ગઇકાલે 75 મુસાફરો પોઝિટિવ મળ્યા હતાં જયારે આજે 96 મુસાફરો પોઝિટિવ મળ્યા હોવાનું જાણવા મળે છે. રાજકોટથી ઉપડતા અનેક લોકલ બસ ટમાં ટ્રાફિક ઘટી જતાં ટ્રીપો રદ કરવામાં આવી રહી છે.

 


વિશેષમાં રાજકોટ એસટ બસ પોર્ટના વિશ્ર્વસનીય સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મુસાફરોનું થર્મલ ગનથી ટેમ્પરેચર ચેક કરવાનું સતત ચાલુ છે. જે દરમિયાન 200 જેટલા મુસાફરોનું ટેમ્પરેચર ઓછુ જણાતા તમામના એન્ટિજન ટેસ્ટ કરાયા હતાં. જેમાંથી 96 મુસાફરો કોરોના પોઝિટિવ મળ્યા હતાં. રાજકોટ એસટી બસ પોર્ટના ડેપો મેનેજર નિશાંત વરમોરાના પરિવારમાં પણ બે પોઝિટિવ કેસ મળતા તેઓ હાલ હોમ કવોરેન્ટાઇન થઇ ગયા હોવાનું જાણવા મળે છે.

 


રાજકોટ એસટી બસ પોર્ટમાં ટ્રાફિક ઘટી જતાં જામનગર, ઉપલેટા, કાલાવડ અને મોરબી તરફની 19 ટ્રીપ મુસાફરોના અભાવે રદ કરવામાં આવી છે. આ તરફના તમામ બસ ટ ચાલુ જ છે પરંતુ ટ્રાફિક ઓછો મળતા પેરેલલ ટ્રીપ બંધ કરી દેવાઇ હોવાનું જાણવા મળે છે. એકંદરે કોરોનાની વર્તમાન સ્થિતિમાં મુસાફરો અત્યંત જરી ન હોય ત્યાં સુધી બિનજરી મુસાફરી ટાળે તે હિતાવહ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS