રસીના બન્નેે ડોઝ લેનાર દર્દીને દવાખાને દાખલ થવાની જરૂર પડતી નથી

  • June 12, 2021 12:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાવાયરસ વિરોધી રસી ના બંને ડોઝ લઇ લેનારા દર્દીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે અને એક અભ્યાસમાં એવું બહાર આવ્યું છે કે ૭૭ ટકા જેટલા દરદીઓને બંને ડોઝ લીધા બાદ દવાખાનામાં દાખલ થવાની જરૂર પડી નથી અને તેઓ પોતાના ઘરમાં જ સારવાર લઇ ને સાજા થઈ ગયા છે.

 


અભ્યાસમાં એવું પણ બહાર આવ્યું છે કે રસીના બંને ડોઝ લઇ લેનારા ૯૪ ટકા લોકોએ આઈસીયુમાં દાખલ થવાની જરૂર પડી નથી યારે ૭૭ ટકા લોકો ને તો દવાખાનામાં દાખલ થવાની જર પડી નથી. બંને ડોઝ એટલા બધા અસરકારક રહે છે કે લોકો ખતરાની બહાર થઈ જાય છે.

 


દરમિયાનમાં આરોગ્ય નિષ્ણાંતો દ્રારા દેશમાં રસીકરણ અભિયાન ને તરત જ ગતિશીલ બનાવવાની જરિયાત દર્શાવી છે અને એમ કહ્યું છે કે રસીકરણ દેશની જનતા માટે ખૂબ જ જરૂરી છે અને તે સૌથી મોટી સુરક્ષાની ગેરંટી છે.

 


રસીના બંને ડોઝ લેવાથી આઈસીયુમાં જવાની પણ જરૂર પડતી નથી અને ઓકિસજન આપવાની પણ જરૂર રહેતી નથી અને દરેક દર્દી ખતરાની બહાર હોય છે અને પોતાના ઘરે સારવાર કરાવી ને દવા લઈને સાજા થઇ જાય છે. સારવારના ખર્ચ પણ ખૂબ જ ઓછો થાય છે અને દર્દીની સલામતીની પૂરેપૂરી ગેરંટી હોય છે. નિષ્ણાંતો દ્રારા જે અભ્યાસ કરવામાં આવ્યો છે તેના પરથી આ અહેવાલ જારી કરવામાં આવ્યો છે અને રસી ના બંને ડોઝ દર્દીઓ માટે ખૂબ જ જરી છે અને અભ્યાસમાં જ હકીકત સામે આવી છે તેનાથી સરકાર અને જનતા બંનેને રાહત મળી શકે છે માટે દેશમાં રસીકરણ અભિયાન અને વધુ ગતિશીલ બનાવવાની જરિયાત છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS