ભાજપના સંગઠનમાં પાટીલનો પાવર, સિનિયરોની સત્તામાં કાપ મૂકાયા

  • March 25, 2021 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાર્ટીમાં જે લોકો નિર્ણય લઇને કાર્યકરોને આદેશ આપતા હતા, પ્રદેશ કક્ષાએથી વ્યવહારો કરતા હતા તેમની સત્તામાં નિયંત્રણો મૂકાયાગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પરિણામ પછી ભાજપના પ્રદેશ પ્રમુખ એટલા મજબૂત બની ચૂક્યાં છે કે તેમનો પાર્ટીના સંગઠનમાં પાવર વધી રહ્યો છે. જે લોકો એવું માનતા હતા કે તેમના વિના પાર્ટી ચાલી શકે નહીં તેમને પાટીલે રસ્તો બતાવી દીધો છે, એટલું જ નહીં પાર્ટીમાં જે નેતાઓ કાર્યકરોને આદેશ આપતા હતા પાર્ટીના પ્રદેશ કક્ષાએથી વ્યવહારો કરતા હતા તેમની સત્તામાં નિયંત્રણો મૂકવામાં આવ્યા છે.

 


ગુજરાતમાં જ્યારે જીતુ વાઘાણી પ્રદેશ પ્રમુખ હતા ત્યારે જે લાલીયાવાડી ચાલતી હતી તે બંધ કરી દેવામાં આવી છે. કમલમ અને સંગઠન પર સીઆર પાટીલનું પ્રભુત્વ વધી રહ્યું છે. પાટીલ પાર્ટીની ડિસીપ્લિનમાં પણ માને છે તેથી સ્થાનિક ચૂંટણીમાં જે નેતાઓ અને કાર્યકરોએ પાર્ટીની વિરૂદ્ધનું કામ કર્યું છે તેમને પાર્ટીમાંથી રૂખસદ આપી દેવામાં આવી છે.

 


સીઆર પાટીલે પ્રદેશ માળખામાં ફેરફારો કયર્િ પછી જૂની બોડીના સિનિયર નેતાઓની સત્તામાં પણ કાપ મૂક્યો છે. એટલે કે જે નેતાઓ પાર્ટીનો નિર્ણય સ્વતંત્રરીતે લેતા હતા તેના પર રોક લાગી છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં પાર્ટીના સંગઠનને સુધારવા માટે પાટીલ સંગઠનમાં મોટો બદલાવ કરી રહ્યાં છે. શિસ્તભંગના પગલાં તેઓ ખુદ લઇ રહ્યાં છે. કોને ક્યું કામ કરવાનું છે તે પાટીલ નક્કી કરે છે. ક્યા નેતાને ક્યાં પ્રચાર કરવો તેનો આદેશ પ્રદેશ પ્રમુખ આપે છે.

 


ગુજરાતમાં એક સમયે મુખ્યમંત્રીના દાવેદાર ગણાતા અમદાવાદના ઔડાના પૂર્વ ચેરમેન સુરેન્દ્ર પટેલ કે જેઓ કાકાના નામથી ઓળખાય છે તેમની પાંખો પણ કાપી નાંખવામાં આવી હોવાની ચચર્િ પાર્ટી કાયર્લિય કમલમમાં શરૂ થઇ છે. અમદાવાદની ચૂંટણી સમયે તેમણે પસંદ કરેલા ઉમેદવારોને ટિકીટ તો મળી શકી નથી પરંતુ સુરેન્દ્ર પટેલ તરફથી ભાજપ માટે કરવામાં આવતા તમામ પ્રકારના આર્થિક વહીવટો પર પણ નિયંત્રણ લાગુ કરી દેવામાં આવ્યું છે.

 


પાર્ટીના સંગઠનમાં સુરેન્દ્ર પટેલનો ખૂબ મોટો રોલ હોય છે. કોઇપણ ચૂંટણી આવે ત્યારે પાર્ટીને ખજાનચી યાદ આવતા હોય છે. પાર્ટી પાસે કેટલું ફંડ છે, નવું ફંડ ક્યાંથી લેવાનું છે અને કોની પાસેથી ફંડ મળી શકે તેમ છે તેવી યાદી બનાવીને ચૂંટણી ફંડ એકત્ર કરવામાં આવે છે. એટલું જ નહીં પાર્ટી ચલાવવા માટે કરવા પડતા તમામ ખર્ચ પર સુરેન્દ્ર પટેલની નજર રહેતી હતી પરંતુ હવે સીઆર પાટીલે સહ ખજાનચીની નવી જગ્યા ઉભી કરી દીધી છે જે ગુજરાતમાં પહેલીવાર થયું છે. અમદાવાદના ધર્મેન્દ્ર શાહને સહ ખજાનચી બનાવીને પાટીલે તેમની સત્તામાં વધારો કર્યો છે.

 


સૂત્રો જણાવે છે કે સીઆર પાટીલ નવા નેતાઓને તક આપી રહ્યાં છે અને સાથે સાથે વર્ષોથી સંગઠનમાં વર્ચસ્વ જમાવતા નેતાઓની સત્તામાં કાપ મૂકતા જાય છે. વિધાનસભાની ચૂંટણીમાં પણ સીઆર પાટીલ 182 ઉમેદવારો ખુદ પસંદ કરશે. તેઓ કોઇની ભલામણ સ્વિકારશે નહીં. પાર્ટીમાં 1990થી વર્ચસ્વ જમાવતા નેતાઓને પાટીલે ખૂણો પાળતા કરી દીધા છે અને પાર્ટીમાં નવું લોહી લાવ્યા છે. યુવા ભાજપ્ની ટીમ તેઓ બનાવતા જાય છે જે તેમને 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કામ લાગશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS