લોકડાઉનનો અમલ નહી કરનારને દંડાપ્રસાદ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોકડાઉન જાહેર થયા બાદ તેનું ચુસ્તપણે પાલન કરાવવા માટે રાજકોટ પોલીસ સજ્જ બની છે. લોકડાઉનના પગલે રાજકોટમાં રાઉન્ડ ધ ક્લોક ૨૪ કલાક જડબેસલાક બંધ જોવા મળી રહ્યું છે. જીવન જરૂરિયાત સિવાયની તમામ ચીજ-વસ્તુઓનું વેચાણ કરતી તમામ દુકાનો અને સંસ્થાઓ બંધ જોવા મળી રહી છે. પોલીસ કમિશનર દ્વારા પણ જાહેરનામુ બહાર પાડી તેનો કડક અમલ કરાવવા માટે તમામ પોલીસ ડિવિઝનના પોલીસ અધિકારીઓને સૂચના આપી દીધી છે. પોલીસ જાહેરનામાના ભંગ કરનાર સામે ગુનો નોંધી રહી છે અત્યાર સુધીમાં ૪૦ થી વધુ વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસે ગુના નોંધાયા છે.આજે સવારે સોરઠિયાવાડી સર્કલ સહિતના વિસ્તારમાં ગોઠવાયેલી પોલીસે બહાર નીકળનારા લોકોને મેથીપાક ચખાડ્યો હતો.


રાજ્ય સરકાર દ્વારા લોકડાઉનની જાહેરાત છતાં કેટલાંક હજુ પણ ઘણા લોકો કામ વિના બહાર નીકળી રહ્યા છે. ત્યારે આવા લોકોને પાઠ ભણાવવા પોલીસ હવે આજથી સજ્જ થઈ ગઈ છે. પોલીસે અગાઉ ઘરની બહાર નીકળતા ખાસ કરીને યુવાનોને ઊઠક બેઠક કરાવી હવે પછી જાહેરનામાનો ભંગ નહીં કરવા કડક ભાષામાં સમજાવ્યા હતા છતાં પણ હજુ સુધી લોકો જાણે પોલીસના જાહેરનામાને મજાક સમજતો હોય તેમ કોઇ પણ કારણસર ઘરની બહાર નીકળી રહ્યા છે ત્યારે હવે પોલીસ આવા લોકો વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી રહી છે તેમ જ પોલીસના જાહેરનામાનો ભંગ કરીને કામ વગર રખડપટ્ટી કરતા તત્વો ઉપર પોલીસ કડક કાર્યવાહી કરવા તૈયાર થઈ છે. 


પોલીસે નિયમનો ભંગ કરનારાઓ ઉપર દંડાવાળી પણ કરી હતી. સરકાર દ્વારા વારંવાર લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવે છે. તેમ છતાં કેટલાંક લોકો સમજવાનું નામ નથી લઈ રહ્યાં. શહેરના રેસકોર્સ રિંગ રોડ, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, રૈયા રોડ, જંકશન પ્લોટ ભક્તિનગર સર્કલ,લાતી પ્લોટ,આજી ડેમ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં રાઉન્ડ ધ ક્લોક પોલીસ અધિકારીઓ સતત પેટ્રોલિંગમાં જોવા મળી રહ્યા છે. પોલીસ દ્વારા બિનજરૂરી રખડપટ્ટી કરનારા તત્વો ઉપર વોચ રાખવા પોલીસે ડ્રોન તેમજ પોલીસ કન્ટ્રોલ રૂમના સીસીટીવીની મદદ પણ લીધી છે. કોઈપણ સંજોગોમાં પોલીસ જાહેરનામાનો કડક અમલ કરાવવા માટે તૈયાર છે. જો હજુ પણ લોકો નહીં સમજે તો આગામી દિવસોમાં પોલીસ તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે.આ ઉપરાંત પોલીસે લોકોને સાવચેતી રાખવા અપીલ કરી. તેમણે કહ્યું કે લોકો જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓની દુકાને ભીડ ન કરે. તેમજ દુકાનદારો પણ તેમની દુકાન બહાર આ બાબતની કાળજી રાખે. લોકો એકબીજા વચ્ચે નિયમ મુજબ એક મીટરનું અંતર રાખે. આ ઉપરાંત પોલીસને પણ જીવનજરૂરિયાતની વસ્તુઓ લેવા નીકળતા નાગરિકો સાથે પોલીસ સહકાર સાથે તેમની મદદ કરી રહી છે.પોલીસે અહીં સઘન બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જ્યારે કામ વગર ઘણા લોકો રસ્તા પર જોવા મળતા પોલીસે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS