રાજકોટ એસટી બસ પોર્ટમાં જાહેરમાં થુંકવા પર એક મહિલા પાસે દંડ પર રુ. રૂ.36 જીએસટી વસુલી રીસીપ્ટ  આપી

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

વર્તમાન સમયમાં કોરોના સંક્રમણ લઈને દેશભરમાં ત્રણ મહિના ઉપરાંતના સમયથી વિવિધ તબક્કાના લોકડાઉન સહિત સામાજિક અંતર જાળવવા તેમજ માસ્ક પહેરવા સહિત ઘણા બધા ફાયદાઓનું પાલન કરવામાં આવી રહ્યું છે. આ સમયગાળા દરમિયાન જાહેરમાં થુકવા પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે. તેમજ કાયદાનું કડકાઇથી પાલન કરવામાં આવી રહ્યું છે.  પરંતુ રાજકોટની મહિલા પાસે કાયદાની અમલવારી કરાવવા રાજકોટ એસટી વિભાગ દ્વારા દ્વારા જે રીતે દંડની વસુલાત કરવામાં આવી છે તેમાં 200 રૂપિયા દંડની અંદર જે રીસીપ્ટ આપવામાં આવી છે, તેમાં 164 રૂપિયા દંડ ઉપરાંત 36 રૂપિયા જીએસટીના દર્શાવી અને કુલ દંડની વસુલાત કરવામાં આવી છે.

 

કોઈપણ પ્રકારના કાયદા સમજવા એ સામાન્ય નાગરિકોની સમજથી પરે હોય છે. પરંતુ આ દંડની વસૂલાતમાં થોડી ક્ષતિઓ હોવાનું રાજકોટના જીએસટીના કાયદાના નિષ્ણાતે જણાવ્યું હતું. જ્યારે જાહેરમા થુંકવા પર 200 રૂપિયાનો દંડ છે તેમજ તેમા 18% જીએસટીની વસુલાત કરવાની હોય છે. ત્યારે આ વસૂલાત યોગ્ય ટકાવારી પ્રમાણે ન હોવાનું જણાવતા જીએસટીના નિષ્ણાત દ્વારા થોડા દિશા નિર્દેશ કરવામાં આવ્યા હતા. પરંતુ આ અંગે એસટી ડેપો મેનેજર નિશાંતે વરમોરા સાથે આજકાલે વાતચીત કર્યા બાદ કાયદાની રૂએ જ કાયદાનું પાલન કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું.


રાજકોટના એક મહિલાને જાહેરમાં થૂકવા બદલ તાજેતરમાં જ તારીખ 27 ના રોજ દંડ ફટકારવામાં આવ્યો છે,જેમાં 164  રૂપિયા દંડ ઉપરાંત 36 રૂપિયા જીએસટીની વસુલાત કરવામાં આવી છે એટલે કે કુલ મળી અને 200 રૂપિયાનો દંડ તેમને ફટકારવામાં આવ્યો છે. માટે જાહેરમાં થૂંક તા પહેલા સો વખત વિચાર કરજો. શહેરમાં સુપર તમને પણ દંડ ભરવાનો વારો આવી શકે છે.જીએસટી કરવેરા સલાહકારના જણાવ્યા પ્રમાણેઅહીં એક વસ્તુ નોંધનીય છે કે  કાયદાનું પાલન કરવા છતાં સરકાર થી પણ ભૂલ થઈ શકે છે. આ કિસ્સામાં બિલ વસુલાત કરવામાં જે ભૂલો ઉડીને આંખે વળગે છે તે આ પ્રમાણે છે.1) GST 21.5% ના દરે વસુલ કરવામાં આવેલ છે; જે GST નો દર નથી. અહીં વધુમાં વધુ સરકાર 18% લેખે વેરો લઇ શકે છે. 2) GST કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરાયેલ છે; GST હંમેશા બે ભાગમાં હોય છે- CGST અને SGST અને દરેક બિલ પર આ રીતના ભાગ હોવા જરૂરી છે. 3) GST વસુલ કરનારે પોતાના બિલ માં (અહીં પહોંચ છે પરંતુ GST કાયદા હેઠળ આને બિલ કહેવાય) GST વસુલ કરનારના GST નંબર સ્પષ્ટ રીતે દેખાય તે રીતે દેખાડવો જરૂરી છે. 


રાજકોટ એસટી ડેપો મેનેજર સાથે વાત થયા બાદ ખબર પડી કે 200 રૂપિયાની મર્યાદામાં રહીને જ દંડની વસૂલાત કરવામાં આવી રહી હોય દંડ ઉપરાંતની ટકાવારીને જીએસટી તરીકે દર્શાવી અને વસૂલાત કરવામાં આવે છે. પરંતુ કુલ ટોટલ બિલમાં 164 રૂપિયા દંડ અને 36 રૂપિયા જીએસટીના બંને અલગ દર્શાવી અને દંડ વસૂલાત કરવામાં આવી રહી હોય સામાન્ય નાગરિકને એવું લાગે છે કે દંડ ઉપરાંતની વસુલાત કરવામાં આવી રહી છે. જ્યારે 200 રૂપિયાની મર્યાદામાં દંડની વસૂલાત કરવા છતાં જીએસટીના કાયદા પ્રમાણે ટકાવારી કદાચ યોગ્ય ન હોય તેવું બની શકે છે. કારણકે જીએસટીના કાયદા પ્રમાણે18 ટકા જીએસટી  થાય છે, પરંતુ ટોટલને સરભર કરવા માટે બાકીની વસૂલાતને જીએસટી તરીકે દર્શાવવામાં આવે છે. અને અન્ય ટેકનિકલ બાબતો સામાન્ય નાગરિક સમજી શકતા નથી. રીસીપ્ટની અંદર દર્શાવવામાં આવે કે નહીં એસટી ડેપોના એકાઉ


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application