લોકો મૂર્ખ છે તેવું સમજતી સરકાર વિરુદ્ધ લોકોએ બળવો કરવો જોઈએ: ચિદમ્બરમ

  • April 29, 2021 09:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોંગ્રેસે હર્ષવર્ધન ઝાટકણી કાઢી રાજીનામું માગ્યું: ભૂતપૂર્વ નાણામંત્રીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર પણ પ્રહાર કયર્િદેશમાં કોરોના વાયરસની પરિસ્થિતિને લઈને કોંગ્રેસ સતત કેન્દ્ર સરકારને ઘેરી રહી છે. કોંગ્રેસે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીના એક નિવેદનને લઈને તેમની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે તેમને મંત્રી પદેથી હટાવી દેવા જોઈએ. જ્યારે પાર્ટીના અનુભવી નેતા પી ચિદમ્બરમે તે પણ કહ્યું છે કે ભારતના તમામ લોકોને મૂર્ખ સમજી રહેલી સરકાર વિરુદ્ધ લોકોએ બળવો કરી દેવો જોઈએ. જ્યારે પાર્ટીના પ્રવક્તા સુપ્રિય શ્રીનેતે હર્ષવર્ધનને હટાવી દેવાની માંગ કરી છે.

 


ચિદમ્બરમે ટ્વિટ કરી છે કે, હું કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનના તે નિવેદનથી ઘણો આક્રોશમાં છું કે ઓક્સિજન, વેક્સીન અને રેમડિસિવિરની કોઈ તંગી નથી. હું ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના તે નિવેદનથી પણ આક્રોશમાં છું કે પ્રદેશમાં વેક્સીનની કોઈ તંગી નથી.

 


ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીએ અન્ય એક ટ્વિટમાં લખ્યું છે કે શું ટીવી ચેનલો પર ચાલી રહેલા તમામ વિઝ્યુઅલ્સ, અખબારોના સમાચાર ખોટા છે? શું ડોક્ટરો ખોટું બોલી રહ્યા છે, શું દર્દીઓના પરિજનો ખોટું બોલી રહ્યા છે? શું તમામ વિડીયો અને તસ્વીરો ખોટી છે? ચિદમ્બરમે જણાવ્યું હતું કે, જનતાએ તે સરકાર વિરુદ્ધ બળવો કરવો જોઈએ જે તે માનીને ચાલી રહી છે કે ભારતના તમામ લોકો મૂર્ખ છે.

 


બીજી તરફ કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે પણ ડોક્ટર હર્ષવર્ધન પર પ્રહાર કયર્િ છે. તેમણે કહ્યું છે કે, હોસ્પિટલોમાં સારવાર મળી રહી નથી. ઓક્સિજનની તંગી પણ છે. લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. સ્મશાન અને કબ્રસ્તાનમાં જગ્યા બચી નથી. આવી પરિસ્થિતિ હોવા છતાં સ્વાસ્થ્ય મંત્રી કહે છે કે આ વર્ષે ગત વર્ષ કરતા વધારે સારી છે. તેમણે આરોપ લગાવ્યો કે, એવું લાગે છે કે તેઓ માનવતાનો મૂળધર્મ ભૂલી ચૂક્યા છે.

 

 

સત્તાના અહંકારમાં એટલા ચૂર થઈ ગયા છે કે તેઓ લોકોની વેદના પણ ભૂલી ગયા છે. તેમણે કહ્યું હતું કે, હર્ષવર્ધનની અંદર નૈતિકતા નથી અને તેથી તેઓએ રાજીનામું આપી દેવું જોઈએ. તેમને તાત્કાલિક પદેથી હાંકી કાઢી દેવા જોઈએ. નોંધનીય છે કે હર્ષવર્ધને મંગળવારે જણાવ્યું હતું કે, 2021મા દેશ ગત વર્ષની તુનલાએ કોરોનાના રોગચાળાને હરાવવા માટે વધારે અનુભવની સાથે માનસિક અને ભૌતિક રીતે વધારે સારી રીતે તૈયાર છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS