કોરોનાથી સાજા થયેલા લોકોએ ૧૦ માસ સુધી ડરવાની જરૂર નથી

  • June 04, 2021 12:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બ્રિટનના વૈજ્ઞાનિકોએ નવા રિસર્ચ બાદ માહિતી આપી, સાજા થયેલા પર પરીક્ષણ

 


બ્રિટનના વૈજ્ઞાનિકો દ્રારા એક નવો અભ્યાસ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ તેમણે એવી હૈયાધારણ આપી છે કે કોરોનાવાયરસ થી સાજા થયેલા લોકોએ ૧૦ મહિના સુધી કોઈપણ પ્રકારનો ડર રાખવાની જર નથી. એમના શરીરમાં કોઇ જાતના ચિંતાજનક ફેરફારો થશે નહીં.

 


તેમણે પોતાના અભ્યાસ બાદ આપેલા રિપોર્ટમાં એમ કહ્યું છે કે કોરોનાવાયરસ થી સાજા થયેલા લોકોના શરીરમાં ૧૦ મહિના સુધી કોઈ પ્રકારનું સંક્રમણ થશે નહીં અને એવો કોઈ ખતરો રહેતો નથી માટે બીજા કોઈ અહેવાલમાં કે અફવાઓ માં ભરોસો કરવાની જરૂર નથી.

 


વૈજ્ઞાનિકો દ્રારા કોરોનાવાયરસ થી સાજા થયેલા અસંખ્ય લોકો નો અભ્યાસ કરવામાં આવ્યો છે અને તેમની પરિસ્થિતિને લઇને સરવે કરવામાં આવ્યો છે અને ત્યારબાદ તેમણે આ અહેવાલ તૈયાર કર્યેા છે. ખુદ પોતાના સ્ટાફ ના લોકો દ્રારા રિસર્ચ કરવામાં આવ્યું છે.

 


૧૦ મહિના નો સમયગાળો પૂરો કરનારા કોરોનાવાયરસ થી સાજા થયેલા દર્દીઓ સાથે આ પ્રકારનું રિસર્ચ કરવામાં આવતા એમ જાણવા મળ્યું છે કે એમના શરીરમાં દસ મહિના સુધી કોઈપણ પ્રકારના સંક્રમણ દેખાયા નથી અને આવો કોઈ ડર રહેતો નથી. બ્રિટનમાં કોરોનાવાયરસથી સાજા થયેલા દર્દીઓ  માટે કેર હોમ રેસિડેન્સની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ સ્થળ પર રહેનારા લોકોને સર્વેમાં અને રિસર્ચમાં સામેલ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ વૈજ્ઞાનિકોએ એવી જાહેરાત કરી છે કે કોરોનાવાયરસ થી સાજા થયેલા દર્દીઓએ ૧૦ મહિના સુધી કોઇપણ જાતના બીજી વારના સંક્રમણનો દર રાખવાની જર રહેતી નથી કારણકે આવા કોઈ કેસ રિસર્ચ દરમિયાન સામે આવ્યા નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS