IPL 2021ના મેચમાં દર્શકોની હાજરી હશે કે નહીં ? ક્લિક કરીને વાંચો BCCIનો શું છે જવાબ

  • March 18, 2021 12:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ભારત અને ઈંગ્લેડ વચ્ચે 5 મેચની ટી-20 સીરીઝની છેલ્લી બે મેચ દર્શકોની ગેરહાજરીમાં રમાશે તેવી જાહેરાત કોરોનાના કારણે કરવી પડી હતી. તેવામાં ક્રિકેટ ચાહકોના મનમાં પ્રશ્ન એવો ઊભો થયો હતો કે આઈપીએલ 2021 પણ આ જ રીતે દર્શકો વિના ખાલી સ્ટેડિયમમાં રમાશે કે કેમ. કારણ કે આઈપીએલના પહેલા મેચને વધુ સમય બાકી રહ્યો નથી. 

 

 

આગામી 9 એપ્રિલથી આઈપીએલ 14નો પહેલો મેચ રમાશે. આ મેચ મુંબઈ ઈંડિયન્સ અને રોયલ ચેલેંજર્સ બેંગલોર વચ્ચે યોજાવાનો છે. આ વચ્ચે બીસીસીઆઈએ દર્શકોની હાજરી અંગે સ્પષ્ટતા કરી દીધી છે. બીસીસીઆઈએ આઈપીએલ દરમિયાનના શરુઆતના મેચ દર્શક વિના રમાશે અને દર્શકોને મેદાનમાં પ્રવેશ આપવાનો નિર્ણય બાદમાં લેવાશે. 

 

 

બીસીસીઆઈના કોષાધ્યક્ષ અરુણ ધૂમલએ જણાવ્યાનુસાર આઈપીએલની શરુઆતમાં દર્શકોને એન્ટ્રી નહીં હોય. પરંતુ ત્યારપછીના ચરણમાં દર્શકોની હાજરીનો વિકલ્પ ખુલ્લો રાખવામાં આવ્યો છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS