કોવેક્સીન લેનાર નહીં કરી શકે વિદેશ યાત્રા... કારણ છે WHO 

  • May 22, 2021 02:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત બાયોટેકની કોવૈક્સીન રસી લીધા બાદ લોકોને વિદેશ યાત્રા કરવામાં સમસ્યા આવી શકે છે. ખબર છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ઈમરજન્સી યૂઝ લિસ્ટિંગમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો નથી તેથી અન્ય દેશોમાં એન્ટ્રી કરવા માટે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. કારણ કે ઘણા દેશોએ રસી લેનાર યાત્રીઓ માટે નીતિઓ પણ જાહેર કરી દીધી છે. તેમાંથી કેટલાક તો આ નિયમનું પાલન ટુંક સમયમાં કરી પણ દેશે. 

 

 

કેટલાક દેશ એવા છે જેણે એવી જ રસીને મંજૂરી આપી છે જેને નિયામકો તરફથી મંજૂરી મળી ચુકી છે અથવા તો તે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની યાદીમાં સામેલ હોય. તેવામાં હાલમાં આ યાદીમાં સીરમની કોવિશીલ્ડ, મોડર્ના, ફાઈઝર, એસ્ટ્રાજેનેકા, જેનસેન અને સિનાફાર્મનું નામ જ છે. તેમાં કોવેક્સીનનું નામ જ નથી. 

 

 

સંગઠને હજુ સુધી કોવેક્સીનને ઈયુએલમાં સામેલ કરી નથી. આ અંગે જાણવા એમ પણ મળે છે કે ભારત બાયોટેકે એક્સપ્રેશન ઓફ ઈંટ્રેસ્ટ જમા કરાવ્યું છે પરંતુ તે સંબંધમાં હજુ વધારે જાણકારીની જરૂર છે. હવે સંગઠનની મીટિંગ મે અથવા જૂનમાં મળશે જ્યાર બાદ કંપનીને એક ડોઝિયર દાખલ કરવાનું રહેશે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021