એક દિવસના વિરામ બાદ પેટ્રોલ-ડિઝલમાં આજે ફરી ભાવ વધારો, જાણો આઠ મહાનગરોમાં કેટલો થયો પેટ્રોલનો ભાવ

  • July 10, 2021 10:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં આજે ફરી પેટ્રોલ-ડિઝલની કિંમતમાં ભાવ વધારો થયો છે. પેટ્રોલમાં પ્રતિ લિટરે 34 પૈસા અને ડિઝલમાં પ્રતિ લિટરે 28 પૈસાનો ભાવ વધારો થયો છે. નવા ભાવ વધારા સાથે રાજ્યમાં પેટ્રોલ-ડિઝલની કિંમત પ્રતિ લિટરે 100 રૂપિયાને નજીક પહોંચી ગઈ છે. ત્યારે હવે પેટ્રોલ-ડિઝલની કિંમત સામાન્ય નાગરિકો માટે હાલાકીનું કારણ બની રહ્યાં છે.

 

આઠ મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં નવા ભાવ વધારા સાથે પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 97.75 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 96.82 રૂપિયા પર પહોંચી છે.

 

ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 97.95 રૂપિયા અને ડિઝલની કિંમત 97.02 રૂપિયા પર પહોંચી છે.

 

રાજકોટમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 97.52 રૂપિયા અને ડિઝલની કિંમત પ્રતિ લિટરે 96.62 રૂપિયા પર પહોંચી છે.

 

વડોદરામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 97.42 રૂપિયા અને ડિઝલની કિંમત પ્રતિ લિટરે 96.49 રૂપિયા પર પહોંચી છે.

 

જામનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 97.67 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 96.75 રૂપિયા પર પહોંચી છે.

 

જૂનાગઢમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 98.35 રૂપિયા અને ડિઝલની કિંમત પ્રતિ લિટરે 97.44 રૂપિયા પર પહોંચી છે.

 

સુરતમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 97.76 રૂપિયા અને ડિઝલની કિંમત પ્રતિ લિટરે 96.86 રૂપિયા પર પહોંચી છે.

 

ભાવનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 99.32 રૂપિયા અને ડિઝલની કિંમત પ્રતિ લિટરે 98.38 રૂપિયા પર પહોંચી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS