પેટ્રોલની કિંમતોમાં પાંચમે દિવસે સતત વધારો, જાણો આજે કેટલો થયો વધારો

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં  વધારો થવાનો સિલસિલો પાંચમા દિવસે ચાલુ રહ્યો છે દેશની સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ફરીથી રોજેરોજ પેટ્રોલ ડીઝલની કિંમતો ની સમીક્ષા શરૂ કરી દીધી છે આ માટે હવે કિંમતોમાં રોજ ફેરફાર થઈ રહ્યા છે.

 

ગુરુવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવ 60 પૈસા વધી અને 74 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયા છે, જ્યારે ડીઝલની કિંમતોમાં પણ 60 પૈસા વધારો થયો છે જ્યારે પાંચ દિવસની અંદર પેટ્રોલ 2.74 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 2.86 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઈ ચૂક્યું છે. એક અહેવાલ પ્રમાણે વર્તમાન સ્તર મુજબ પેટ્રોલની કિંમતોમાં પાંચ રૂપિયા સુધીનો વધારો થઇ શકે છે.

 

વિશેષજ્ઞો માને છે કે પેટ્રોલ-ડિઝલની કિંમતમાં હાલમાં થઈ રહેલો ભાવ વધારો નજીકના દિવસોમાં અટકે તેવી કોઈ આશા નથી, કારણકે આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચા તેલની કિંમત વધવા લાગી છે, તેથી માનવામાં આવી રહ્યું છે કે પાંચ રૂપિયા પ્રતિ લીટર સુધી કિંમતમાં વધારો થઈ શકે છે,

 

તમને જણાવી દઈએ કે ભારત પોતાની જરૂરિયાતના 85 ટકા ભાગ આયાત કરી અને મેળવે છે, પહેલા જ આ ઉત્પાદનો પર સરકાર તરફથી સબસિડી આપવામાં આવતી હતી.

 

પરંતુ 2017માં સરકારે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં આંતરરાષ્ટ્રીય બજાર સાથે જોડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, તેની સાથે ડીઝલ અને પેટ્રોલની કિંમતોની રોજેરોજ સમીક્ષા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.


આઇઓસીની વેબસાઇટ પર આપવામાં આવેલા નવા ભાવ મુજબ દિલ્હીમાં ગુરૂવારે એટલે કે 11 જૂન 2019 ના રોજ પેટ્રોલ-ડીઝલના ભાવ 60 પૈસા પ્રતિ લીટર સુધી વધી ગયેલા બતાવવામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application