આજે ફરી પેટ્રોલ-ડિઝલના ભાવમાં ભડકો, રાજકોટ સહિત રાજ્યના આઠ મહાનગરોમાં પેટ્રોલની કિંમત 100 ની નજીક

  • July 15, 2021 10:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં આજે ફરી પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં ભાવ વધારો થયો છે. પેટ્રોલમાં પ્રતિ લિટરે 34 પૈસા જ્યારે ડિઝલમાં પ્રતિ લિટરે 16 પૈસાનો ભાવ વધારો થયો છે. ભાવનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 99.93 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત 98.38 રૂપિયા પર પહોંચી ગઈ છે. તો રાજ્યના આઠ મહાનગરોમાં પણ પેટ્રોલ-ડિઝલની કિંમત હવે 100 રૂપિયાને નજીક પહોંચી રહી છે.

 

અમદાવાદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 98.36 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 96.81 રૂપિયા પર પહોંચી.

 

ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 98.56 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 91.01 રૂપિયા પર પહોંચી ગઈ છે.

 

રાજકોટમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 98.14 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત 96.61 રૂપિયા પર પહોંચી ગઈ છે.

 

વડોદરામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 98.03 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત 96.48 રૂપિયા પર પહોંચી ગઈ છે.

 

જામનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 98.28 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત 96.74 રૂપિયા પર પહોંચી ગઈ છે.

 

જૂનાગઢમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 98.96 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 97.43 રૂપિયા પર પહોંચી ગઈ છે.

 

સુરતમાં પણ પેટ્રોલની કિંમત 98.37 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 96.85 રૂપિયા પર પહોંચી ગઈ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS