આ સિઝનમાં કંઇક અલગ બનાવવા માંગો છો તો બનાવો બટાકાનું અથાણું

  • October 28, 2020 02:10 AM 1497 views

રોજીંદા જીવનમાં એકને એક વસ્તુ ખાઈને આપણે કંટાળી જઈએ છીએ. પણ જો મરી મસાલાવાળી વસ્તુ મળી જાય તો ભોજનમાં મજા પડી જાય છે. પરંતુ દરરોજ મરી મસાલાવાળી વસ્તુ સ્વાસ્થ્ય માટે સારી નથી હોતી. છતાંપણ આપણને ઘરે રાખેલા અથાણા દરરોજ જોતા હોઈ છે. તમે કેરી,ગાજર,ગુંદા જેવી વસ્તુના તો તમામ અથાણા ખાધા હશે.પરંતુ અમે લઈને આવ્યા છીએ તમારા માટે કઈક નવું તો જલ્દીથી શીખી લો આ બટાકાનું અથાણું.

 


બટાટાના અથાણા માટેની સામગ્રી 

 ૪ મીડીયમ સાયજના બટાકા

૧/૨ ચમચી લાલ મરચું પાવડર

૧ ચમચી આમચૂર પાવડર

૧/૨  ચમચી હળદર પાવડર

૨ ચમચી રાઈનો પાવડર

૧ વાટકી સરસવનું તેલ

સ્વાદ અનુસાર મીઠું

 

બટાકાનું અથાણું બનાવવાની રીત

સૌથી પહેલા બટાકાને ધોઈ લો અને તેને ઉકાળીને ઠંડુ થવા માટે મૂકી દો. . 
બાફેલા બટાટા ઠંડા થાય પછી તેના નાના નાના ટુકડા કરી લો. 
સમારેલા બટાકામાં ઉપરની તમામ સામગ્રી  ઉમેરો. પછી  એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં બટાકા નાખો. તેમાં થોડી વખત ગેસ ઉપર રાખીને તેને ઉતારી લો.લો ત્યાર છે તમારા બટાકાનું અથાણું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application