બંગાળમાં મોદીની જાહેરસભાઓ બાદ ચિત્ર બદલાયું, મમતાની વિદાય લગભગ પાક્કી

  • March 24, 2021 03:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી ના પહેલા તબક્કાનું મતદાન યોજાવવામાં હવે એકાદ અઠવાડિયાનો જ સમય બાકી છે. આ દરમિયાન સામે આવેલા સર્વેમાં ધીમે ધીમે ચિત્ર બદલાઈ રહ્યું છે. ભાજપ અને ટીએમસી વચ્ચે બરાબરની ટક્કર જોવા મળે તેવી શકયતા છે. એક મહિના પહેલા હાથ ધરવામાં આવેલા એબીપીના સર્વેમાં મમતા બેનરજી ની આગેવાનેમાં ટીએમસીને સ્પષ્ટ્ર બહત્પમત મળવાનું અનુંમાન લગાવવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે એબીપી–સીએનએકસ દ્રારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં ભાજપ અને ટીએમસી વચ્ચેનું અંતર ખુબ નજીવુ રહી ગયું છે. બાજી ગમે તે બાજુ પલટાઈ શકે છે.

 


મમતા માટે આકરા ચઢાણ
એબીપી–સીએનએકસ દ્રારા આ સર્વે કરવામાં આવ્યો હતો. સર્વે અનુસાર મમતા બેનરજીની પાર્ટી ટીએમસીને પશ્ચિમ બંગાળની ૨૯૪ બેઠકોમાંથી ૧૩૬ થી ૧૪૬ બેઠકો મળવાનો અંદાજ છે. આમ તેની સ્પષ્ટ્ર બહુમતી આવવાની શકયતાઓ ધૂંધળી થતી દેખાઈ રહી છે. મહત્વનું છે કે બંગાળમાં કોઈપણ પક્ષ કે ગઠબંધનને સરકાર બનાવવા માટે ૧૪૮ બેઠકો મેળવવી જરી છે.

 


સર્વે મુજબ ભાજપને ૧૩૦ થી ૧૪૦ બેઠકો મળી શકે છે. ટક્કર રસાકસી ભરી બની રહેશે. કોંગ્રેસ અને ડાબેરીઓના ગઠબંધનને ૧૪ થી ૧૮ બેઠકો મળવાની સંભાવના છે. યારે અન્યના ખાતામાં માત્ર ૧ થી ૩ બેઠકો જઈ શકે છે.

 


દક્ષિણ–પશ્ચિમ બંગાળમાં ખિલશે કમળ
ઓપિનિયન પોલમાં દક્ષિણ–પશ્ચિમ બંગાળમાં ભાજપને ટીએમસીની સરખામણીમાં બઢત મળે તેવી શકયતા વ્યકત કરી છે. આ વિસ્તારમાં વિધાનસભાની ૧૧૯ બેઠકોમાંથી એબીપી–સીએનએકસના સર્વે પ્રમાણે ટીએમસીને ૪૮ થી ૫૨ બેઠકો મળે તેવુ અનુંમાન છે. યારે ભાજપને અહીં ૬૪ થી ૬૮ બેઠકો મળે તેવી શકયતા છે. યારે લેટ અને કોંગ્રેસને ૨ થી ૪ બેઠકો મળી શકે છે.

 


૧૫ ફેબ્રુઆરીએ સર્વેમાં ટી્રએમસીને બહત્પમતનું હતુ અનુંમાન
આ અગાઉએ ૧૫ ફેબ્રુઆરીએ પહેલીવાર એબીપી–સીએનએકસએ ઓપિનિયન પોલ હાથ ધર્યેા હતો. જેમાં ટીએમસીને ૧૪૬થી૧૫૬ બેઠકો મળે તેવુ અનુંમાન વ્યકત કરવામાં આવ્યું હતું. સર્વેમાં ભાજપને ૧૧૩–૧૨૧ બેઠકો યારે લેટ–કોંગ્રેસના ગઠબંધનને ૨૦–૨૮ બેઠકો મળે તેવુ અનુંમાન હતું. અન્યોના ખાતામાં ૧–૧૩ બેઠકો મળે તેવુ અનુંમાન વ્યકત કરવામાં આવ્યું હતું.

 


મહત્વનું છે કે વર્ષ ૨૦૧૬ની વિધાનસભાની ચૂંટણીમાં તૃણમુલ કોંગ્રેસએ ૨૧૧ બેઠકો જીતીને સરકાર બનાવી હતી યારે કે ભાજપને માત્ર ૩ બેઠકોથી સંતોષ માનવો પડો હતો. આ ચૂંટણીમાં કોંગ્રેસને ૪૪ બેઠકો મળી હતી અને ડાબેરીઓને ૨૬ બેઠકો મળી હતી. આ વખતે પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં મતદાન યોજાશે અને ૨ મેના રોજ મતગણતરી કરવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS