હવે તો વેપારીઓની પણ લૂંટ, લીંબુ, મોસંબી અને નારિયેળના ભાવમાં તોતીંગ વધારો

  • April 27, 2021 03:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના સંક્રમણના સમયમાં એક તરફ સેવાભાવી સંસ્થાઓ દર્દીઓ અને તેમના પરિવારજનોને મફત ભોજન આપી રહી છે ત્યારે વેપારીઓએ ઉઘાડી લૂંટ ચલાવી છે. કોરોના સંક્રમણથી બચવા માટે જે ફળોની આવશ્યકતા હોય છે તે ફળોની કૃત્રિમ અછત સજીર્ને વેપારીઓએ મ્હોં માગ્યા પિયા પડાવવાનું શ કયુ છે.
ગયા વર્ષે યારે કોરોના સંક્રમણ થયું ત્યારે મોસંબી ૨૦૦ થી ૩૦૦ પિયે ૧૦ કિલોગ્રામ મળતી હતી પરંતુ આ વર્ષે માંગ વધતાં ૧૦ કિલો મોસંબીનો ભાવ ૮૦૦ થી ૧૨૦૦ પિયા થયો છે. ૩૦ પિયે ડઝનના ભાવે મળતાં કેળાં અત્યારે ૮૦ પિયે ડઝન થયાં છે. લીંબુના ભાવ પણ કિલોએ ૧૬૦ પિયા થયાં છે. ૩૦ પિયામાં મળતું નાળિયેર અત્યારે ૮૦ પિયામાં મળે છે.

 


ગુજરાતના મોટા શહેરોમાં ફળોના ભાવ આસમાનને આંબી રહ્યાં છે. આ વેપારીઓ પર સરકારી તંત્રનો કોઇ કન્ટ્રોલ નથી. એક જ જગ્યાએ બે દુકાનમાં મળતાં ફળોની કિંમત અલગ અલગ જોવા મળે છે. ફળોની તંગી નથી પરંતુ કૃત્રિમરીતે ઓછો માલ સપ્લાય કરીને લોકોને લૂંટમાં આવે છે. હોસ્પિટલના બિછાને પડેલા દર્દી માટે ડોકટરની સૂચના પ્રમાણે સગાસ્નેહીઓ ફળો લેવા જાય છે ત્યારે તેમને ઉંચા દામ ચૂકવવા પડે છે.

 


શરીરમાં ઇમ્યુનિટી ટકાવી રાખવા માટે લીંબુ, નાળિયેર પાણી અને મોસંબીને અકસીર માનવામાં આવે છે ત્યારે વેપારીઓએ લૂંટ શ કરી છે. હોલસેલ બજારમાં જે ફળો આવે છે તેની કિંમત કરતાં આ વેપારીઓ ત્રણગણી કિંમત વસૂલ કરી રહ્યાં છે.

 


કોરોનાની મહામારીમાં વિટામીન સી અને હાઇડ્રેઇટ રહેવા માટે લિકિવડ લેવાની સલાહ  નિષ્ણાતો દ્રારા અપાતી હોવાથી નારિયેળ અને લીંબુના ભાવ આસમાને પહોંચ્યાં છે. અમદાવામાં  લીંબુ પ્રતિ કિલો ૧૬૦ પિયા તો લીલા નારિયેળ પ્રતિ નગં ૮૦ પિયા પહોંચ્યો છે. આ સાથે સ્વાસ્થ્યવર્ધક ગણાતા ફ્રટસના ભાવમાં પણ તોતિંગ વઘારો જોવા મળી રહ્યો છે.

 

 

હવે લીંબુ ૨૦૦ના કિલો: મહારાષ્ટ્ર્ર–કર્ણાટકથી આયાત



કોરોના કાળમાં રાજકોટ શહેરમાં વીટામિન–સીથી ભરપુર લીંબુની ધૂમ લેવાલી જોવા મળી રહી છે. સ્થાનિક સ્તરે થયેલા ઉત્પાદન કરતા માગ વધી જતાં રાજકોટ માર્કેટ યાર્ડમાં મહારાષ્ટ્ર્ર અને કર્ણાટકથી લીંબુની આયાત કરવામાં આવી રહી છે.

 


રાજકોટ માર્કેટ યાર્ડના શાકભાજી વિભાગના વેપારી વર્તુળોએ જણાવ્યું હતું કે, સામાન્ય દિવસોમાં કયારેય લીંબુની આટલી મોટી માત્રામાં ડિમાન્ડ જોવા મળી નથી આ એક અભૂતપૂર્વ સ્થિતિ છે.

 


ઉનાળામાં ડિમાન્ડ અને ભાવ વધે પરંતુ અન્ય રાયોમાંથી લીંબુ આયાત કરવા પડે તેવા સંજોગોમાં ભૂતકાળમાં કયારેય સર્જાયા નથી. લોકો આરોગ્ય પ્રત્યે વધુ સભાન થયા હોય તેમજ કોરોનાથી બચવા ઘરેલું પ્રયોગો કરતા હોય તેમાં લીંબુનો વપરાશ વધી ગયો છે. રોગ પ્રતિકારક શકિત વધારીને કોરોનાથી બચવા માટે ખાવાપીવામાં લીંબુનું પ્રમાણ અચાનક વધતા ગમે તેટલો જથ્થો આવે તો પણ તુરતં જ વેચાય જાય છે.

 


વેપારી સૂત્રોએ ઉમેયુ હતું કે, રાજકોટ માર્કેટ યાર્ડમાં રાજકોટ, લોધીકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોના કાર્યક્ષેત્રમાંથી લીંબુની આવક થતી હોય છે તદઉપરાંત ઘટ પડે તો હળવદ તાલુકા તેમજ અમરેલી, ભાવનગર અને અમદાવાદથી આવક થતી હોય છે પરંતુ હાલ સ્થાનિક આવકો પુરી પડતી ન હોય હવે તો મહારાષ્ટ્ર્રના વિજાપુર અને કર્ણાટકના બેંગ્લોરથી લીંબુની રાજકોટમાં આયાત કરવામાં આવી રહી છે.

 


રાજકોટ માર્કેટ યાર્ડના શાકભાજી વિભાગની હરાજીમાં રૂા.૧૦૦થી રૂા.૧૧૦ના કિલોના ભાવે વેચાતા લીંબુ શહેરની શાક માર્કેટોમાં તેમજ સોસાયટીઓમાં ફરતા શેરી ફેરિયાઓ દ્રારા રૂા.૨૦૦ના કિલોના ભાવે વેચવામાં આવી રહ્યા છે. ઈતિહાસમાં પ્રથમવાર લીંબુની આયાત કરવાની સ્થિતિ સર્જાઈ છે તો બીજીબાજુ અછત અને ભાવ વધારાનો લાભ લેવા અનેક ફેરિયાઓ હવે અન્ય શાકભાજી વેચવાનું બધં કરીને ફકત લીંબુનું જ વેચાણ કરવા લાગ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS