ભારતમાં કોરોના વાયરસના વધુ 3 કેસ પોઝિટિવ, દર્દીઓની સંખ્યા 34 

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતમાં પણ કોરોના વાયરસથી પોઝિટિવ લોકોની સંખ્યા વધી રહી છે. તાજેતરમાં જ  વધુ 3 કેસ પોઝિટિવ નોંધાતા દર્દીઓની સંખ્યા 34 થઈ છે. જો કે આ મામલે વડાપ્રધાન મોદીએ કોરોના વાયરસને પહોંચી વળવ સંબંધિત વિભાગોના અધિકારીઓને સ્થિતિ કાબુમાં રહે તે માટે કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા છે. 

 

પીએમ મોદી આ મામલે કેન્દ્રીય મંત્રાલયોના સંપર્કમાં છે અને કોરોનાને પહોંચી વળવા કયા પગલા ભરવામાં આવી રહ્યા છે તેના વિશે જાણકારી મેળવી રહ્યા છે.  કોરોના વાયરસ મામલે વડાપ્રધાનએ કેન્દ્રીય મંત્રીઓ સાથે મહત્વની બેઠક કરી હતી અને દરેક વિભાગને ખાસ સૂચના પણ આપવામાં આવી હતી.  બેઠકમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ભારતને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. તમામ વિભાગોએ એકસાથે અને વધારે કામ કરવું પડશે. આ સાથે જે આ બિમારી પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવી પડશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS