વડાપ્રધાન લોકડાઉન જાહેર કરશે તે વાત અફવા, રાજ્ય સરકારોને આપ્યા આ સુચનો

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

આજે વડાપ્રધાન મોદી દેશની જનતાને સંબોધન કરવાના છે તે પહેલા અટકળો વહેતી થઈ હતી કે વડાપ્રધાન દેશમાં લોકડાઉન જાહેર કરવાના છે. પરંતુ આ વાત અફવા હોવાની વાત પીએમઓએ કરી દીધી છે. આ સાથે જ દેશમાં કોરોનાથી ચોથી વ્યક્તિનું મોત પણ નીપજ્યું છે. 

 

આ સાથે જ સરકારએ દરેક રાજ્ય માટે કેટલીક સૂચનાઓ જાહેર કરી છે. જે અનુસાર 22 માર્ચ 2020થી એક સપ્તાહ સુધી કોઈપણ આંતરરાષ્ટ્રીય એરક્રાફ્ટને દેશમાં લેન્ડ કરવા દેવામાં નહીં આવે. આ ઉપરાંત રાજ્ય સરકારઓએ તેમના રાજ્યમાં 65 વર્ષ કે તેનાથી વધુ ઉપરના વૃદ્ધ અને 10 વર્ષથી નાના બાળકો ઘરમાં જ રહે તે વાતને નિશ્ચિત કરવાની રહેશે. આ ઉપરાંત રેલ્વે અને હવાઈ સેવાઓ પણ રદ્દ કરવી. જો કે વિદ્યાર્થીઓ, દર્દીઓ અને દિવ્યાંગ લોકો માટે તમામ વ્યવસ્થા ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરવું. 

 

પ્રાઈવેટ લિમિટેડ સેક્ટરમાં કર્મચારીઓ ઘરેથી કામ કરે તેવી વ્યવસ્થા અંગે રાજ્ય સરકાર પગલા ભરે. જરૂરી હોય તેવી જગ્યાઓએ કર્મચારીઓને ગુપમાં વિભાજીત કરી શિફ્ટ કરે જેથી એક સમયે ઓફિસમાં વધારે લોકો એકત્ર ન રહે. સરકારી કર્મચારીઓના કામના કલાકોમાં પણ વિભાજન કરવામાં આવે. આ પ્રકારના સુચનો સરકાર તરફથી કરવામાં આવ્યા છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS