વડાપ્રધાનની બેઠકમાં પણ જોવા મળ્યું સોશિયલ ડિસ્ટન્સ, લોકોને સમસ્યા ન થાય તે તકેદારી રાખવા કરી મંત્રીઓને જાણ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં આજે એક બેઠક મળી હતી. આ બેઠકમાં સૌથી મહત્વની વાત એ હતી કે વડાપ્રધાન મોદી સહિતના દરેક નેતાઓએ પણ એકબીજાથી અંતર જાળવ્યું હતું. આ બેઠકમાં વડાપ્રધાનએ દેશમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે શું પરિસ્થિતિ છે તેની માહિતી મેળવી હતી અને મંત્રીઓને જણાવ્યું પણ હતું કે લોકડાઉન દરમિયાન લોકોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે વાતની ખાસ તકેદારી રાખવામાં આવે. 

 

આ બેઠકમાં વડાપ્રધાનએ આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી અને મંત્રીઓને પણ જણાવ્યું હતું કે તેઓ પણ સાવધાની રાખે અને ખાસ ધ્યાન રાખે કે આ 21 દિવસ દરમિયાન લોકો પરેશાન થાય નહીં. જો કોઈને સમસ્યા થતી હોય તો તેનું નિરાકણ લાવવામાં આવે. આ બેઠકમાં તેમણે કેબિનેટ મંત્રીઓ સાથે કોરોના માટેની તૈયારીઓની સમીક્ષા કરી હતી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS