આ તારીખથી પીએમ મોદી લેશે નવા મંત્રીમંડળના બધા મંત્રીઓની ક્લાસ 

  • August 07, 2021 04:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવા મંત્રીમંડળની રચના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે તેમની ટીમ સાથે બેઠક કરશે. પીએમ મોદીની આ બેઠક આગામી સપ્તાહે યોજાવાની છે. આ બેઠકમાં પીએમ તેમના કેબિનેટ સાથીઓ સાથે ભવિષ્યના લક્ષ્યો પર ચર્ચા કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મહત્વની બેઠક 10 ઓગસ્ટથી શરૂ થશે, જે ત્રણ દિવસ સુધી ચાલશે. ત્રણ દિવસ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંત્રીમંડળના મંત્રીઓ પાસે ભવિષ્યને લઈ તેમના કામની વ્યૂરચનાઓ જાણશે.

 

કેબિનેટના વિસ્તરણ બાદ આ પ્રથમ વખત હશે જ્યારે પીએમ મોદી મંત્રી પરિષદના સભ્યો સાથે આટલી લાંબી બેઠક કરશે. કેટલાક વરિષ્ઠ નેતાઓએ આ વાતની પુષ્ટિ કરી છે કે સરકારે તેમને તેમના કામનો હિસાબ તૈયાર કરવાની સૂચના આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં સામાન્ય લોકોનું જીવન સરળ બનાવવા માટે બનાવવામાં આવેલી યોજનાઓને અમલમાં મૂકવા માટે વિગતવાર વ્યૂહરચના તૈયાર કરવામાં આવશે. બેઠક દરમિયાન તમામ વિભાગોના મંત્રીઓ પ્રધાનમંત્રીને ભવિષ્ણના ત્રણ વર્ષમાં પોતે ક્યાં નવા કામો કરવાના છે તેની માહિતી આપશે.

 

આ બેઠકમાં 'આત્મનિર્ભર ભારત' અંગે પણ મહત્વપૂર્ણ ચર્ચા થશે. આ સાથે કોરોનાની ત્રીજી લહેર સામે રક્ષણ બાબતે પણ વિચાર-વિમર્શ થશે. મંત્રીઓને એમ પણ કહેવામાં આવ્યું છે કે, 'આગામી ત્રણ વર્ષમાં જે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, તે રાજ્ય માટે શું નવી યોજના બનાવામાં આવે અને તેને કેવી રીતે અમલમાં મુકાય. આ બાબતની સંપૂર્ણ તૈયારીઓ સાથે વડાપ્રધાન સાથે આ બેઠકમાં હાજર રહેવાનું છે.

 

આ મિટિંગ પાછળ મહત્વનો ઉદેશ્યએ છે કે, 'કેન્દ્ર સરકાર ઇચ્છે છે કે દરેક વિભાગમાં ચાલતી યોજનાઓનો લાભ સામાન્ય નાગરિકોને સમયસર મળે.' આ બેઠકમાં કેબિનેટ મંત્રીઓ વડાપ્રધાનને જણાવશે કે તેઓ આગામી ત્રણ વર્ષમાં કઈ યોજનાઓ પર કેવી રીતે કામ કરશે અને તેને સફળ બનાવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS