વડાપ્રધાન મોદીની લોકોને પ્રાર્થના.... જ્યાં છો ત્યાં જ રહો 

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે તેવામાં મુંબઈ, દિલ્હી, ગુજરાતમાં લોકડાઉન જેવી સ્થિતિ છે. તમામ રાજ્યોમાં મોલ, મલ્ટીપ્લેક્ષ, સલૂન સુધીની દુકાનોને બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ વડાપ્રધાન મોદીએ 22 માર્ચ 2020ના રોજ જનતા કર્ફ્યૂની અપીલ કરી હતી. ત્યારબાદ આજે જનતા કર્ફૂયૂ થાય તેની પૂર્વ સંધ્યાએ વડાપ્રધાન મોદીએ લોકોને વધુ એક પ્રાર્થના કરી છે. 

 

વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી લોકોને અપીલ કરી છે કે લોકો હાલ જે શહેર કે જે જગ્યાએ હોય ત્યાં જ રહે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનો પ્રયત્ન ન કરે. કારણ વિના ભીડમાં ન જાય અને યાત્રા કરવા દોડાદોડી ન કરે. આમ કરવાથી લોકોનો જીવ વધારે જોખમમાં મુકાશે અને તેની સાથે પરીવારના સભ્યો પણ જોખમમાં મુકાઈ શકે છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS