વડાપ્રધાને કોરોના વાયરસ અંગે આપેલા સુચનોનું અવશ્યક પાલન કરવું : કિશન લોઢારી

  • October 28, 2020 11:34 AM 

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસને મહામારી જાહેર કરવામાં આવી છે. સમગ્ર દેશમા કોરોના વાયરસ ન ફેલાય તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સંબોધન કરી ૨૧ દિવસ માટે લોકડાઉન અમલમાં મુકવામાં આવેલ છે. અને લોકોને ઘરની બહાર નિકળવાની મનાઈ કરવામાં આવી છે. કોરોના વાયરસને ઘ્યાનમાં રાખીને વેરાવળ સરકારી હોસ્પિટલ ખાતે આવતા દર્દીઓને એકબીજાને ચેપ ન લાગે તે માટે એક-એક મિટરના અંતરે વર્તુળ ચિતરવામાં આવેલ છે. અને દર્દીઓ આ નિયમનો ચુસ્તપણે પાલન કરી રહ્યા છે. 


   સરકારી હોસ્પિટલ ખાતે બિમાર હોવાથી સારવાર માટે આવેલા વેરાવળના યુવાન કિશન લોઢારીએ જણાવ્યું હતું કે, આ રાઉન્ડ પ્રમાણે દર્દીઓ ઉભા રહે છે. ડોકટરને નંબર પ્રમાણે બતાવવા આવે છે. અહીંયા આવેલા તમામ દર્દીઓએ મોઢે રૂમાલ કે માસ્ક બાંધીને આવે છે. લોકો તેમના અને અન્ય લોકોમા કોરોના વાયરસ ન ફેલાય તે માટે સરકાર દ્રારા અમલમાં મુકવામાં આવેલ એક મિટરના અંતરે ઉભા રહેવું તે નિયમનું પાલન કરવામાં આવી રહ્યું છે. વેરાવળ સરકારી હોસ્પિટલમા નિષ્ણાંત ડોકટરો દ્રારા તબીબી સારવાર આપવામાં આવી રહી છે. કોઈપણ દર્દીને મુશ્કેલી ન પડે અને ભીડ ભેગી ન થાય તેવી કામગીરી કરવામાં આવી રહી છે. અને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્રારા કોરોના વાયરસ અંગે જાહેર કરાયેલા સુચનોનું અવશ્ય પાલન કરાવવામાં આવે છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS