રાત્રી કરફ્યૂનો કડક અમલ કરાવવા પોલીસનો એકશન પ્લાન

  • April 08, 2021 02:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોવિડને હરાવવા માટે રાજકોટના શહેરીજનોને સહકાર માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની અપીલ: દિવસ દરમિયાન લારી-ગલ્લા અને ચાની હોટલે પોલીસનું સઘન ચેકિંગ


આજે રાત્રીથી શહેરમાં 8થી સવારે 6 સુધી કરફયૂ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે રાત્રી કરફયૂનો કડક અમલ કરાવવા પોલીસે એકશન પ્લાન બનાવ્યો છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ‘આજકાલ’ સાથેની વાતચીતમાં શહેરમાં રાત્રી કરફયૂનો કડક અમલ કરાવવામાં આવશે તેવા નિર્દેશ સાથે કોવિડને હરાવવા માટે શહેરીજનોને સહકાર આપવા અપીલ કરી હતી.

 


શહેરમાં વધી રહેલા કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સરકાર દ્વારા રાજકોટ સહિત 20 જેટલા શહેરોમાં રાત્રે 8થી સવારે 6 કરફયૂ લગાવવામાં આવ્યો છે ત્યારે આ કરફયૂનું અને જાહેર કરાયેલા નિયમનું કડક પાલન કરાવવા માટેની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવશે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, રાત્રી દરમિયાન મહિલા કોલેજ અન્ડરબ્રિજ અને કેસરી પુલને બાદ કરતાં તમામ ઓવરબ્રિજ અને અન્ડરબ્રિજને બંધ કરી દેવામાં આવશે જેના કારણે શહેરમાં પ્રવેશવા માટે માત્ર માધાપર ચોકડી અને કેસરી પુલ સિવાયના તમામ માર્ગો પર પોલીસને તૈનાત કરી દેવામાં આવશે અને રાત્રી કરફયૂ દરમિયાન પોલીસ દ્વારા કડક ચેકિંગ કરવામા આવશે અને ચેકપોસ્ટ ઉપર પણ પોલીસનું ચેકિંગ વધારી દેવામાં આવશે.

 


રાજકોટ શહેરમાં પ્રવેશતા તમામ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવશે. શહેરમાં કરફયૂ દરમિયાન લોકોએ ઘરમાં જ રહેવું અને શેરી-ગલીમાં કે માર્ગો ઉપર પગપાળા કે વાહનોમાં ફરવું નહીં. આવા વ્યક્તિઓ વિધ્ધ કાયદેસરની કાર્યવાહી થશે. પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું કે કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સોશિયલ ડિસ્ટન્સનું પાલન અને માસ્ક પહેરવા માટે લોકોને તાકિદ કરવામાં આવી છે. આજે સવારથી જ શહેરની ચાની હોટલો તેમજ પાનના ગલ્લા ઉપર પોલીસે ચેકિંગ કર્યું હતું અને માસ્ક નહીં પહેરનાર તેમજ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરનાર વિધ્ધ પોલીસે કાર્યવાહી કરી હતી. રાત્રી કરફયૂ દરમિયાન પોલીસ દ્વારા શહેરના તમામ રાજમાર્ગો ઉપર ચેકિંગ કરવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS