શહેરમાં ક્રાઇમ રેટની સાથે પોલીસ વાહનોની સ્પીડ પર લાવશે નિયંત્રણ

  • March 27, 2021 03:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વધતા જતાં અકસ્માતના બનાવો ઘટાડવા વાહનો માટે સ્પીડ લિમિટ નક્કી કરાઇ: પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડ્યું

 


શહેરમાં ગુનાખોરી પર નિયંત્રણ લાવવાની સાથે પોલીસ હવે વાહન ચાલકોની ગતિ પણ નિયંત્રણમાં લાવશે. પોલીસ કમિશનર દ્વારા શહેરમા વધતા જતા અકસ્માતોના બનાવની ઘટાડવા માટે વાહનની સ્પીડ લિમિટ નક્કી કરવામાં આવી છે. અને આ માટેનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

 


શહેરમાં વધતી જતી વસ્તીની સાથોસાથ વાહનોની સંખ્યા પણ ખુબ વધી ગઇ છે. શહેરનો વિકાસ થયો છે એ સાથે વાહનોની સંખ્યા પણ વધારે થઇ ગઇ છે. પરંતુ વર્તમાન રસ્તાઓની પહોળાઇ સામે ટ્રાફિકની ગીચતા વધુ રહે છે. અમુક માર્ગો પહોળા અને પાક્કા બનાવવામાં આવ્યા છે. પરંતુ આમ છતાં ટ્રાફિક સમસ્યા ઉભી રહે છે. શહેરમાં અમુક તીવ્ર ગતિવાળા પાવરફુલ વાહનોની સંખ્યા પણ ખુબ વધી ગઇ છે. યુવા વર્ગમાં આવા વાહનોનો ક્રેઝ વધ્યો છે અને તેઓ વધુ ગતિથી (ઓવરસ્પીડથી) વાહનો ચલાવતાં રહે છે. આ કારણે અકસ્માતો સર્જાય છે અને લોકોના જાનમાલને નુકસાન પહોંચે છે. આ બાબતોને ધ્યાને રાખી પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે હવે સમગ્ર શહેરમાં વાહનો માટે સ્પીડ લિમીટ નક્કી કરી છે. નક્કી થયેલી સ્પીડ લિમીટ કરતાં વધુ ઝડપથી વાહન ચલાવનારા સામે કાયદેસરની કાર્યવાહી થશે.

 


શહેર પોલીસ કમિશનરેટ એરિયામાં તથા મહાનગર પાલિકા વિસ્તારમાં જે તે વાહનોની ગતિ મયર્દિા ઉપર વાજબી નિયંત્રણ મુકવાનો નિર્ણય કર્યો છે. પોલીસ પાસે સ્પીડ લિમીટ પામવા માટેના અમુક સાધનો છે તેનો ઉપયોગ કરવામાં આવશે તેમજ સીસીટીવી કેમેરાનો પણ ઉપયોગ કરાશે

 


આ હંગામી જાહેરનામુ પ્રસિધ્ધ થયાની તારીખથી 30 દિવસ સુધીમાં કોઇ નાગરિકો કે સંસ્થાને આ જાહેરનામાના સમર્થનમાં કે વિરોધમાં કંઇ રજૂઆત કરવી હોય તો લેખિતમાં વાંધા સુચનો રજૂ કરવાથી તે અંગે વિચારણા કરવામાં આવશે. ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, પોલીસ વાહન અને તાકીદની કામગીરી માટે જઇ રહેલા વાહનચાલકોને આ જાહેરનામુ લાગુ પડશે નહિ.

 

ક્યા વાહન કેટલી સ્પીડે ચલાવી શકાશે
પેસેન્જર વાહન ડ્રાઇવર સાથે કુલ 8 સુધી 70 ની સ્પીડે,પેસેન્જર વાહન ડ્રાઇવર સાથે કુલ 9, 60 ની સ્પીડે,ગુડસ વહિકલ્સ 60, ટ્રેકટર 30,ટુ વિહલર 100 સીસી સુધી 50, ,ટુ વિહલર 100 સીસીથી વધુ 60,થ્રિ વહિલર વાહન 40 ની સ્પીડે ચલાવી શકાશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS