કરફ્યુની કડક અમલવારી માટે ખુદ પોલીસ કમિશનર મેદાને

  • April 15, 2021 04:50 AM 

રાજકોટમાં કોરોનાના કેસ બેકાબૂ બની રહ્યા છે. ત્યારે રાત્રી કર્ફ્યુની કડક અમલવારી કરાવવા માટે ખુદ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ મેદાને ઉતયર્િ હોય તેમ ગઈકાલ રાત્રે તેઓ નાઈટ પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. આ દરમિયાન તેઓએ પોલીસ સ્ટાફને જરૂરી સૂચનો કયર્િ હતા. પોલીસ કમિશનરના નાઈટ પેટ્રોલીંગ દરમિયાન વોકિંગમાં નીકળેલા 15 શખસો ઝપટે ચડી જતાં તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

 


કોરોનાના સંક્રમણ અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા રાજકોટ સહિતના શહેરોમાં રાત્રી કર્ફ્યુનો સમય રાત્રીના 8 થી સવારના 6 નું કરી દેવામાં આવ્યો છે. છેલ્લા થોડા દિવસોથી પૂર્ણ કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે આ સ્થિતિમાં કોરોના ગાઈડલાઈન અને રાત્રિ કરફ્યુની કડક અમલવારી ખૂબ જ જરૂરી બની ચૂક્યું છે. શહેરમાં રાત્રે કરફ્યુની અમલવારી માટે ત્રણ હજાર પોલીસ જવાનો ફરજ પર તહેનાત છે. પરંતુ તેમછતાં કેટલાક લોકો હજુ પણ આ સ્થિતિને ગંભીરતાથી લેતા નથી.

 


દરમિયાન ગઈકાલે રાત્રિના ખુદ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ નાઈટ પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. તેઓએ રાત્રી કર્ફ્યુ દરમિયાન ફરજ નિભાવનાર પોલીસ જવાનોને જરૂરી સૂચનો કયર્િ હતા અને તેઓને નિયમોનું કોઈપણ પ્રકારની શેહશરમ રાખ્યા વગર કડકાઇથી પાલન કરાવવા તાકીદ કરી હતી. આ સાથે તેમણે શહેરીજનોને પણ અપીલ કરતા જણાવ્યું હતું કે, રાત્રે કરફ્યુ સમય બાદ પ્રથમ એક બે દિવસ પોલીસે માનવીય અભિગમ દાખવી રાત્રિના 8 વાગ્યા બાદ નીકળનારાઓને જરૂરી કારણ જણાવીએ જવા દેવામાં આવતા હતા. પરંતુ હવે નિયમોમાં કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં નહીં આવે. રાત્રિના 8 વાગ્યા બાદ ઘર બહાર નીકળનાર સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે. સાથોસાથ તેમણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે કરફ્યુનો અર્થ એ નથી કે તમે જાહેર રસ્તા ઉપર ન નીકળો, પરંતુ કરફ્યુની ખરી વ્યાખ્યા એ છે કે, ઘર બહાર જ ન નીકળવું જેથી ઘર બહાર શેરીમાં બેઠેલા કે ચોકમાં બેસનાર લોકો સામે પણ પોલીસ કાર્યવાહી કરશે. પોલીસ કમિશનરના આ નાઈટ પેટ્રોલીંગ દરમિયાન રાત્રિના વોકિંગમાં નીકળેલા 15 શખસો પોલીસ ઝપટે ચડી જતા તેની સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.શહેરીજનોને કરફ્યુ સમય દરમિયાન અત્યંત જરૂરી કામ સિવાય બહાર નીકળવા સ્પષ્ટ તાકીદ કરવામાં આવી છે.

 


બીજી તરફ શહેર પોલીસે મંગળવારે રાત્રીના કર્ફ્યુની કડક અમલવારી કરાવી કર્ફ્યુ સમય દરમિયાન બહાર આંટાફેરા કરનાર 111 શખસો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે.આ ઉપરાંત રીક્ષા, બાઇક સહિતના વાહનમાં ક્ષમતા કરતાં વધુ સવારીમાં મુસાફરી કરવા અંગે સોશિયલ ડિસ્ટન્સ ભંગનો ગુનો નોંધ્યો છે. તેમજ પાન-શરબત સહિતની દુકાનોએ સોશિયલ ડિસ્ટન્સના ના જાળવવા સબબ ધંધાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. માસ્ક ન પહેરનાર 15 શખસો પાસેથી દંડ વસૂલી તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

 

 

ક્ધટેઇનમેન્ટ ઝોનના નિયમ તોડનાર સાત સામે પોલીસ ફરિયાદ કરાઈ
શહેરમાં સ્થિતિ ખૂબ જ વિકટ હોય તેમ છતાં આવી ગંભીર સ્થિતિમાં બેદરકારી દાખવનારા સામે પણ પોલીસે અને મનપાએ કાર્યવાહી કરી છે.કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં ક્ધટેન્ટમેન્ટ / માઈક્રો ક્ધટેન્ટમેન્ટ ઝોનમાં આવેલ ઘર/મકાનોમાં રહેતા લોકોને ઝોન વિસ્તારમાંથી બહાર જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના પોઝિટિવ આવેલ વિસ્તારને ચેપ ગ્રસ્ત વિસ્તાર ક્ધટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવે છે. જેમાં લોકોને બહાર નીકળવા પર પ્રતિબંધ ફરવામા આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરતા સાત લોકો સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.જેમાં ચિંતનભાઈ ડોડીયા (ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન), મેઘજીભાઈ ગૌતમી (ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન), ગીરીશભાઈ માણેક (ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન), નિતેશભાઈ ચુડાસમા (ભક્તિનગર પોલીસ સ્ટેશન), સિકંદરભાઈ બાંભણીયા (ભક્તિનગર પોલીસ સ્ટેશન), સતીશભાઈ સોનગરા (આજી ડેમ પોલીસ સ્ટેશન) અને પીયુશભાઇ સિધપરા (આજી ડેમ પોલીસ સ્ટેશન) નો સમાવેશ થાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS