કલેકટર કચેરીમાં પાસ માટે પડાપડી થતાં પોલીસ બોલાવવી પડી

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આવશ્યક ચીજ-વસ્તુઓના ઉત્પાદન-વેચાણ સાથે સંકળાયેલાઓ, આવશ્યક સેવા પુરી પાડતા કર્મચારીઓ અને ઓન ડયુટી સ્ટાફને પોલીસ રોકે નહીં તે માટે રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા લોકડાઉનમાંથી મૂક્તિ પાસ ઇસ્યુ કરાયા હતાં. પરંતુ આજે સામાન્ય નાગરિકો અને રાજકોટ જિલ્લામાંથી બહાર જવા માગતા લોકોના ટોળેટોળા નવી કલેકટર કચેરીએ ઉમટી પડતા ટોળાને વિખેરવા માટે વધારાનો પોલિસ બંદોબસ્ત મગાવવામાં આવ્યો હતો.અધિક કલેકટર પરિમલ પંડયાએ આ અંગે જણાવ્યું હતું કે આજથી નવા પાસ ઇસ્યુ કરવાનું સદંતર બંધ કરી દેવાયું છે. રાજકોટ જિલ્લાની બહાર કોઇને જવા નહીં દેવાય. તેમના રહેવા-જમવાની વ્યવસ્થા અમો કરીશું પરંતુ જિલ્લા બહાર જવા નહીં દેવાય.


આજ નવા પાસ માટે ટોળા ઉમટી પડતા કલેકટર કચેરીનો એન્ટ્રી ગેઇટ, જનસેવા કેન્દ્ર અને કચેરીમાં જવા માટેના તમામ દરવાજા બંધ કરી દેવાયા છે. પોલીસ બંદોબસ્ત પણ મુકી દેવાયો છે.અધિક કલેકટરે વધુમાં જણાવ્યું હતું કે જે વેપારીઓને પાસ આપવામાં આવ્યો છે તેમણે જ પાસનો ઉપયોગ કરવાનો રહેશે અને દુકાનો ખુલ્લી રાખવી પડશે. પાસ મેળવ્યા બાદ જો દુકાનો ખુલ્લી નહીં રખાય અને પાસનો દુરઉપયોગ થતો હોવાનું જણાશે તો જે તે વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. સાથોસાથ પાસ જપ્ત કરાશે.પાસ સંદર્ભે ક્રોસ વેરિફીકેશન માટે જીએસટી વિભાગના અધિકારીઓને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે તેમ પણ અધિક કલેકટરે જણાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS