બિનજરૂરી રખડતા ઉપર પોલીસ ડ્રોનથી નજર રાખશે

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી વધુ ફેલાતી અટકે અને વાયરસનું સંક્રમણ અટકે તેવા તમામ પ્રયાસો તમામ દેશો દ્વારા હાથ ધરવામાં આવેલ છે અને જેમાં ગુજરાત સરકાર દવારા પણ અસરકારક પગલા લેવામાં આવી રહેલ છે. તે માટે સરકારે લોકડાઉનની જાહેરાત કરી છે. ૨૧ દિવસ માટે જાહેર કરેલા લોકડાઉન જાહેર કરેલ છે, જેથી સરકાર ની સુચના મુજબ અનીવાર્ય સંજોગો સીવાય ઘરની બહાર નહીં નીકળવા અપીલ છે. પોલીસ હવે જાહેરનામાને લઈને વધુ કડક બનાવવા જઇ રહી છે. કામ સિવાય બહાર લોકો ઉપર હવે પોલીસ ડ્રોન કેમેરા અને પોલીસના સીસીટીવી કેમેરાની નજર રાખશે અને જાહેરનામાના ભંગ કરનાર વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરશે. રાજકોટ શહેર પોલીસ કમિશ્નર દવારા કોરોના વાયરસ સંદર્ભે જાહેરનામુ બહાર પાડવામાં આવેલ છે જેનું ચુસ્તપણે પાલન કરવું તેમજ રાજકોટ શહેર પોલીસ દારા સમગ્ર રાજકોટ શહેરમાં સી.સી.ટીવી કમાન્ડ ઍન્ડ કંટ્રોલ દારા ચાંપતી દેખરેખ રાખવામાં આવે છે તે ઉપરાંત હાલમાંજ રાજકોટ શહેર પોલીસ એ આઇ.આઇ.ટી. કાનપુર દ્વારા તૈયાર કરવામાં આવેલ અતિ આધુનિક ડ્રોન થી હાલની પરીસ્થીતી ઉપર આકાશમાંથી પણ સમગ્ર રાજકોટ શહેર ઉપર બાજ નજર રાખી દેખરેખ રાખવામાં આવે છે જે ડ્રોન સાથે આધુનીક કેમેરો હોય જેના થી દુરથી પણ વાહનના નંબરો તથા હાજર વ્યકિતના સ્પષ્ટ ફોટા મળી આવે છે જેથી આ ડ્રોન સાથેના કેમેરામાં કોઇ પણ વ્યકિત જરૂરી કામ વગર શહેર વિસ્તારમાં પોતાના વાહનો લઇ ફેરતા જોવામાં આવશે જેઓના વાહનોના નંબર આધારે તેઓને બોલાવી પુછપરછ કરવામાં આવશે તેમજ તેઓ પોતે બહાર નીકળેલ તે અંગે કોઇ યોગ્ય ખુલાશો કરી સકશે નહીં તો તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


તેમજ હાલમાં ચાર કે તેથી વધુ વ્યકિતઓએ જાહેરમાં એકઠા થવા પર પ્રતિબંધ હોય તેમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.છતાં સોસાયટીઓમાં ગલીઓમાં અમુક ઇસમો એકઠા થઇ ક્રીકેટ રમતા કે બીજી કોઇ સામુહીક રમત રમતા તેમજ એકઠા થયેલ જોવામાં આવશે તેઓના ડ્રોન દ્વારા લેવામાં આવેલ ફોટાઓ /વિડીયો આધારે તેઓ એજ રીતે ગઇ કાલ તા.૨૫/૩/૨૦૨૦ ના રોજ મહિલા કોલેજ પાછળ સોસાયટીમાં અમુક કાર્યવાહી કરવામાં આવી હતી. કેટલાક લોકો સોસાયટીમાં એકઠા થઇ અને ગલીમાં ક્રિકેટ રમતા ડ્રોન કેમેરામાં કેદ થયેલ હોય જે બાબતે તાત્કાલીક ત્યા પોલીસ ટીમ પહોંચી હતી અને ત્યાંથી તેમને ઘરે રવાના કરી હવે પછી આવી પ્રવૃત્તિ કરશે તો તેમના વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરે તેવી કડક ભાષામાં સૂચના આપી હતી.રાજકોટ શહેર પોલીસ જે જાહેર પ્રજાજનો માટે ૨૪ કલાક કોઇપણ પરીસ્થિતીમા તેનું ચુસ્તપણે પાલન કરવા અપીલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS