ધૂળેટીમાં નિયમોનો ભંગ કરનાર સામે પોલીસ આકરાં પગલાં લેશે

  • March 26, 2021 02:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હોળી-ધુળેટી પર્વમાં કોરોના ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે: હોલિકા દહનમાં ભીડ એકત્ર ન થાય તે માટે આયોજકોએ તકેદારી રાખવી પડશે: પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ


આગામી તા.28/03 ના રોજ હોળી તથા તા.29/03 ના રોજ ધુળેટી પર્વની ઉજવણી થનાર છે. આ ધાર્મિક તેમજ સામાજીક પર્વની ઉજવણી અંતર્ગત રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.તેમાં ખાસ કરીને કોરોનાની સ્થિતિને ધ્યાને લઇ તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવા જણાવાયું છે.નિયમનો ભંગ કરનાર સામે પોલીસે આકરી કાર્યવાહીના સંકેત આપ્યા છે.

 


હોળી-ધુળેટી પર્વ અંતર્ગત પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે બહાર પાડેલા જાહેરનામામાં જણાવ્યા મુજબ, રાજયમાં હાલમાં પ્રવર્તમાન કોવિડ-19 ની પરીસ્થિતી ધ્યાને લેતા હોળીના તહેવાર સંદર્ભે પરંપરાગત રીતે મર્યિદિત સંખ્યામાં હોળી પ્રગટાવી શકાશે. તેમજ હોળીની પ્રદક્ષીણાની સાથે સાથે ધાર્મિકવિધિ પણ કરી શકાશે. પરંતુ હોલીકા દહનના કાર્યક્રમ દરમ્યાન ભીડ એકત્રિત કરી શકાશે નહીં. તેમજ કોરોના સંબંધમાં કોરોના સબંધમાં પ્રવર્તમાન ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન થાય તે અંગે આયોજકોએ તકેદારી રાખવાની રહેશે.તેમજ ધુળેટીના દિવસે જાહેરમાં તેમજ સામુહિક રીતે ઉજવણી કરી શકાશે નહીં કે આવા કાર્યક્રમની કોઇપણ મંજુરી આપી શકાશે નહીં.

 

આ ઉપરાંત જાહેરનામામાં જણાવ્યા મુજબ, હોળી તેમજ ધુળેટીના તહેવાર દરમ્યાન કોઈપણ પુરૂષો, સ્ત્રીઓ તથા બાળકો જાહેર રસ્તાઓ ઉપર કે જાહેર જગ્યાઓ ઉપર જતાં આવતાં રાહદારીઓ ઉપર કે એકબીજા ઉપર કોરા રંગ (પાવડર), પાણી ભરેલા ફુગ્ગાઓ તેમજ રંગ મિશ્રિત પાણી ભરેલા ફુગ્ગાઓ, કાદવ, રંગ મિશ્રીત પાણી, અથવા તૈલી પદાર્થો કે તૈલી વસ્તુઓ ફેંકવા નહી અને તે માટેના સાધનો પોતાની સાથે લઈ જવા નહી તેમજ જાહેર રસ્તાઓ ઉપર આમ તેમ દોડવું નહીં કે અન્ય કોમની લાગણી દુભાય તેવી રીતનું વર્તન કરવું નહીં કે જાહેર માર્ગો ઉપર ટ્રાફિકને અડચણ થાય કે અકસ્માત થાય કે કોઈને કે પોતાને ઈજા કે હાની થાય તેવી કોઈપણ પ્રવૃતિથી ટ્રાફિકને અડચણ કરી વાહન વ્યવહારના નિયમનમાં અડચણ કરવું નહી.આ જાહેરનામું તા.28/3 થી તા.30/3 સુધી અમલમાં રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS