મત પર્વ: રાજકોટમાં કાલે મતદાન, ઉમેદવારોની ધડકન તેજ

  • February 21, 2021 01:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છેલ્લા ઘણા સમયની તડામાર તૈયારી બાદ આવતીકાલે સવારે સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી રાજકોટ મહાનગર પાલિકાની 18 વોર્ડની 72 બેઠક માટેમતદાન થવાનું છે આજે મતદાન પૂર્વે ની કતલની રાતે ઉમેદવારો દ્વારા પ્રચારમાં છેલ્લી ઘડી સુધી નું એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું પરંતુ આમ છતા ચૂંટણીના સમગ્ર પ્રચાર દરમિયાન જે પ્રકાર નું ટાઢોડુંજોવા મળ્યું હતું તેવો ઠંડો પ્રતિસાદ આવતીકાલે  મતદાન રહેશે કે શું થશે તેવી ચિંતા ઉમેદવારોના ચહેરામાં સ્પષ્ટ જોવા મળી રહી છે. છેલ્લા 45 વર્ષમાથી 40 વર્ષ રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપ્નું શાસન રહ્યું છે પરંતુ આ વખતે મતદારો વધુ એક વખત ભાજપ્ને સત્તાના સૂત્રો સોંપે છે કે આશ્ચર્યજનક પરિણામો આવશે ? કયા રાજકીય પક્ષને કેટલી બેઠક મળશે? તે સહિતના વિવિધ મુદ્દાઓ ટોક ઓફ ધ ટાઉન બની ગયા છે. ભાજપ અને કોંગ્રેસની સાથોસાથ આ વખતે આમ આદમી પાર્ટી પણ મતદારોમાં ચચર્નિો વિષય બની છે રાજકોટ મહાનગર પાલિકાના ઇતિહાસમાં અત્યાર સુધી ભાજપ કોંગ્રેસ સિવાય અન્ય કોઈ રાજકીય પક્ષના ઉમેદવારો વિજેતા બન્યા નથી ત્યારે આ વખતે તે રેકોર્ડ તૂટશે કે યથાવત રહેશે તે મુદ્દો પણ ચચર્નિા કેન્દ્રસ્થાને રહ્યો છે.

 


3 ટર્મ કે તેથી વધુ સમયથી ચુટાતા અને 60 વર્ષથી વધુ વયના ઉમેદવારને ટિકીટ ન આપવાનો નિર્ણય ભાજપે લીધો છે તે આ ચૂંટણીમાં કેવો સાબિત થાય છે તેનું પણ રિઝલ્ટ મળી જશે. રાજકોટનો એકધારો વિકાસ ભાજપ્નો મોટો પ્લસ પોઇન્ટ બની રહ્યો છે તો બીજી બાજુ ટિકિટની ફાળવણી ના નવા નિયમો પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા ઈ મેમો વાહન ટોઇંગ મોંઘવારી જેવા મુદ્દાઓ પણ તેની સામે પડકારરૂપ બન્યા છે ગયા આ વખતે માત્ર ચાર બેઠક ની સરસાઇ સાથે ભાજપ સત્તા સ્થાને આવ્યું હતું આ વખતે કયા પક્ષને કેટલી બેઠક મળે છે તે મુદ્દો પણ મહત્વનો બની રહેશે.

 

10,93,991 મતદારો: 991 મતદાન મથક
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આવતીકાલે મતદાન થવાનું છે અને તેમાં 567001 પુરુષ અને 526970 મહિલા અને 20 અન્ય કેટેગરીના મતદારો મળીને કુલ 1093991મતદારો નોંધાયા છે 991 મતદાન મથકમાં સવારે સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી મતદાન કરી શકાશે.

 


મીડિયાને પાસ ઇસ્યૂ ન કરાયા
કદાચ આ પહેલી એવી ચૂંટણી છે જેમાં મતદાન મથકો અને મતગણતરી કેન્દ્રની મુલાકાત માટે પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાને વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતા પાસ ઇસ્યુ કરાયા નથી પત્રકારોએ જ્યારે આ બાબતે પૂછપરછ કરી ત્યારે ઇન્ફોર્મેશન ડીપાર્ટમેન્ટ કલેકટર તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા એકબીજા પર જવાબદારી નાખી દેવામાં આવે તેવા જવાબો આપવામાં આવ્યા હતા.

 


ઇલેક્શન સ્ટાફ માટે ભોજનની વ્યવસ્થા નહીં
ચૂંટણીની કામગીરી સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને ભોજનની વ્યવસ્થા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવતી હોય છે પરંતુ કોરોના ની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સામૂહિક વ્યવસ્થા કરવાના બદલે જે તે કર્મચારીને પોતાની રીતે ભોજનની વ્યવસ્થા કરી લેવા અને તેના બદલે રોકડમાં ભથ્થું આપવામાં આવી રહ્યું છે.

 

ખર્ચ બચાવવા સ્લીપ વિતરણ ન કરાયું
ચૂંટણીના અગાઉના દિવસોમાં બીએલઓ ને ઘેર ઘેર મોકલી મતદારોને સ્લીપ નું વિતરણ તંત્ર દ્વારા કરવામાં આવતું હોય છે પરંતુ આ વખતે કોરોના ની પરિસ્થિતિ ના કારણે તે બંધ કરી દેવાયુ છે ઉમેદવારોએ પણ ઘેર ઘેર ફરીને સ્લીપ આપવાના બદલે સોશિયલ મીડિયાના માધ્યમથી અને વોટ્સએપ દ્વારા મતદારોને સ્લીપ પહોંચાડવામાં આવી છે.

 

વેબ કાસ્ટિંગ નહીં કરાય, માત્ર વિડીયો શુટીંગ
કોરોના ના કારણે આ વખતે ચૂંટણીમાં અન્ય પ્રકારનો ખર્ચ વધી ગયો હોવાથી બુથ દીઠ રૂપિયા 25 હજારના ખર્ચને જાળવી રાખવા માટે સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકોનું વેબ કાસ્ટિંગ નહીં કરવાનો નિર્ણય લેવાયો છે આવા મતદાન મથકોએ માત્ર વિડીયો શુટીંગ કરવામાં આવશે.

 

કઈ રીતે કરશો મતદાન...
- 4 ઉમેદવારને મત આપી શકાય છે.
- ઈવીએમ યુનિટમાં દરેક ઉમેદવારના નામ અને તેને ફાળવાયેલું પ્રતિક દશર્વિવામાં આવ્યું હશે તેમાંથી કોઈ 4 ઉમેદવારની પસંદગી કરવાની રહેશે
- 4 ઉમેદવારની પસંદગી કયર્િ બાદ તેની સામેનું બટન દબાવ્યા પછી રજિસ્ટરનું બટન પણ દબાવવાનું રહેશે જો આમ કરવામાં નહીં આવે તો આપેલા મત માન્ય ગણાશે નહીં તેથી રજિસ્ટરનું બટન દબાવવાનું કોઈ સંજોગોમાં ભુલાઈ નહીં તેની સાવચેતી રાખવાની રહેશે.
- મત આપવા જતી વખતે ચૂંટણી ઓળખ કાર્ડ અથવા તો ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવેલા અન્ય 14 આધાર પૈકિના કોઈ એક આધાર સાથે લઈ જવાના રહેશે.
- મતદાનનો સમય સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધીનો છે અને તેથી 6 વાગ્યા પહેલા મતદાન મથકમાં એન્ટ્રી મેળવી લેવાનું જરી બનશે
- માસ્ક પહેયર્િ વગર મતદાન મથકમાં પ્રવેશ નહીં મળે તે બાબતને ધ્યાનમાં રાખી ઘરેથી નીકળો ત્યારે માસ્ક પહેયર્િ વગર નીકળતા નહીં.
- 4માંથી કોઈ ઉમેદવાર જો પસંદ ન હોય તો નોટાનું બટન દબાવી શકાશે
- મતદાન મથકમાં આ વખતે કોરોનાના કારણે સોશિયલ ડિસ્ટન્સ જાળવીને લાઈનમાં ઉભા રહેવાનું રહેશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS