ખેડૂતોની હાલત કેવી કફોડી... 5 વીઘાનો પાક ખાઈ રહ્યા છે ઘેંટા-બકરા, ગાય-ભેંશ

  • October 28, 2020 11:34 AM 

કોબી, ફ્લાવર જેવા શાકના ભાવ તળીયે જતાં ખેડૂતોની હાલત કફોડી થઈ છે. આવી સ્થિતિમાં સિંહોરના જાંબાળા ગામે ખેડૂતે પોતાના 5 વિઘાના પાકને વેંચવાને બદલે એવું કામ કર્યું છે કે જેનાથી ખેડૂતની સમસ્યાનો અંદાજ લગાવી શકાય છે. 

 

1 રૂ. કિલોના ભાવે કોબી-ફ્લાવર યાર્ડમાં વેચાણ માટે જઈ રહ્યા છે. આ પાકને ખેતરમાંથી તોડવાની મજુરી પણ ખેડૂતને મોંઘી પડી રહી છે. જેના કારણે ખેડૂતોની હાલત કફોડી થઈ છે. ખેતરમાંથી પાક તોડવાને બદલે એક ખેડૂતે તેના ખેતરને પશુધન માટે ખુલ્લું મુકી દીધું છે. સિંહોરના જાંબાળા ગામે ભાવ ન મળતા હોવાના કારણે ખેડૂતએ ૫ વીઘા ફ્લાવરનો પાક પશુધનના હવાલે કરી દીધો હતો.  

 

સિંહોરના જાંબાળા ગામના માધાભાઈ નામના એક ખેડૂતે પોતાના ખેતરમાં પાંચ વીઘામાં કોબી-ફ્લાવર નું વાવેતર કર્યું હતું. પાંચ વીઘામાં તૈયાર થયેલો ફ્લાવર-કોબીનો ઉભો પાક પૂરતા ભાવો ના મળતા પશુના હવાલે કરી દીધો છે. 1 રૂ.કિલો જેવા સામાન્ય ભાવે યાર્ડમાં વેચાણ થતી ફ્લાવર-કોબીને ખેતરમાંથી બહાર કાઢવાની મજુરી પણ મોંઘી પડતી હોય જેથી ખેડૂતે કંટાળી જઈ પોતાનો ફ્લાવર-કોબીનો પાક ઘેટા-બકરા, ગાય ભેંસને હવાલે કરી દીધો હતો. 

 

થોડા સમય અગાઉ તમામ શાકભાજીના ભાવો પૂરતા મળતા હોય તેવી સ્થિતિ હતી અને તેનાથી ખેડૂતો પણ ખુશ હતા. પરંતુ હાલ તમામ શાકભાજીના ભાવો તળિયે છે. જેમાં યાર્ડમાં હોલસેલ ભાવ તો 1 રૂ. કિલો જેટલા હોય ખેડૂતોને તેનો પાક ખેતરમાંથી મજુર પાસે એકત્રિત કરાવવાની પણ મજુરી પણ મોંઘી પડતી હોય જેથી તેમના પાંચ વીઘામાં રહેલો પાક માલઢોરને હવાલે કરી દઈ પોતાની નારાજગી જાહેર કરી હતી. આ તકે તેના શેઢા પાડોશી અને માલધારી એવા અન્ય ખેડૂત પણ આ બાબતે પોતાની નારાજગી જાહેર કરી સરકાર સામે પણ પોતાનો રોષ ઠાલવ્યો હતો. 

 

મહત્વપૂર્ણ છે કે થોડા સમય એક ખેડૂતે અપૂરતા ભાવો મળતા ડુંગળીના ઉભા પાક પર ટ્રેક્ટર ફેરવી દઈ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી તેમજ એક ખેડૂતે તેનો ટામેટા નો પાક માલઢોર હવાલે કર્યો હતો ત્યારે આજે વધુ એક ખેડૂતે આવું ફરી કરવા મજબુર બન્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS