ગુજરાતમાં પણ ફાટ્યો કોરોના બોમ્બ : રાજ્યમાં અત્યાર સુધીમાં લીધો 5076 લોકોનો ભોગ : આજે નોંધાયા નવા 8152 કેસ

  • April 16, 2021 05:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ, રાજધાની દિલ્હીની જેમ ગુજરાતમાં પણ કોરોના બોમ્બ ફાટ્યો છે. રાજ્યમાં વધી રહેલા કોરોનાના આંકડાઓ ફરીથી ચિંતા વધારી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 8152  કેસ નવા નોંધાયા છે.  જ્યારે 3023 દર્દીઓ સ્વસ્થ થયાં છે.

 

 

આજે કોરોનાથી રાજ્યમાં 81 દર્દીનું મોત થયું છે. અને 267  દર્દીઓ હાલ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૩૨6૩94  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 5076 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. એક્ટિવ કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. હવે 44298 એક્ટિવ કેસ છે. રિકવરી રેટ 86.86  ટકા થયો છે.

 

 

ગુજરાતમાં 3 એપ્રિલે માત્ર 2815  પોઝિટીવ કેસ નવા આવ્યાં હતાં,  જે 15 એપ્રિલે 8152 થઈ ગયા છે. રાજ્યનું હ્રદય ગણાતા અમદાવાદમાં 3 એપ્રિલે 646 નવા કેસ હતા,  જે આજે 2631 પોઝિટીવ કેસ નોંધાયા છે. જે પરિસ્થિતિ વાસ્તવમાં અત્યંત ચિંતાજનક છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS