૧૨ પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૨૪ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

  • June 07, 2021 09:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જિલ્લામાં નોંધાયેલા કુલ ૨૧,૩૩૦ કેસો પૈકી ૪૬૯ દર્દીઓ હાલ સારવાર હેઠળ

 

 

ભાવનગર જિલ્લામા રવિવારે ૧૨ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૨૧,૩૩૦ થઈ  છે. આ ૧૨માં ભાવનગર શહેરી વિસ્તારમાં ૪ પુરૂષ અને ૩ સ્ત્રી અને તાલુકાઓમાં ૪ પુરૂષ અને ૧ સ્ત્રીનો સમાવેશ થાય છે. કોરોનાથી ભાવનગર જિલ્લામાં એક દર્દીનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે તો મહાનગરપાલિકા વિસ્તારમા ૪ અને તાલુકાઓમાં ૨૦ કેસ મળી કુલ ૨૪  પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. 

 

 

રવિવાર સુધીમાં જિલ્લામાં નોંધાયેલા ૨૧,૩૩૦ કેસ પૈકી હાલ ૪૬૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં ૨૯૧ દર્દીઓનું અવસાન થયેલ છે.

 

 

મ્યુકરમાઇકોસીસથી વધુ એક મોત સાથે મૃત્યુ આંક ૧૨ : ૧૨૫ દર્દી સારવાર હેઠળ

 

 

ભાવનગર જિલ્લામાં રવિવારે મ્યુકરમાઇકોસીસનાં વધુ ૭ કેસ નોંધાયા છે અને ૧ દર્દીનું અવસાન પણ થયું હતું. હાલ ૧૨૫ દર્દી સારવાર હેઠળ છે.

 

 

ભાવનગર જિલ્લામાં આજરોજ મ્યુકરમાઇકોસીસનાં ૭ શંકાસ્પદ કેસ નોંધાયા કુલ જિલ્લામાં કુલ ૧૨૫ કેસ નોંધાયા અને ૧ દર્દીનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે. રવિવાર સુધીમાં  કુલ ૧૨૫ કેસ નોંધાયેલા પૈકી ૧૧૪ કન્ફર્મ કેસ, ૯ સસ્પેક્ટેડ કેસ અને ૨ નેગેટિવ કેસ નોંધાયેલ છે. જ્યારે ૧૨ દર્દીઓના સારવાર દરમ્યાન મૃત્યુ થયેલ છે.

   
 

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS