ગુજરાતમાં પણ પાણીના ટેસ્ટિંગની સંભાવના

  • May 26, 2021 12:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગંગાની ઘટના પછી નદીના પાણીમાંથી કોરોના સેમ્પલો લેવાયા: આઇસીએમઆર અને ડબલ્યુએચઓ દ્રારા કાર્યવાહી
દિલ્હીમાં ત્રણ જગ્યાએથી લેવાયેલા સેમ્પલમાં એક સેમ્પલમાં કોરોના જણાયો, પાણીનો વાયરસ અસર કરે કે કેમ તે અંગે સંશોધન

 


કોરોના વાયરસ હવાથી ફેલાય છે પરંતુ હવે પાણીમાં પણ પોઝિટીવ ટેસ્ટ આવ્યા હોવાથી દેશભરની નદીઓના પાણીના સેમ્પલ લેવામાં આવી રહ્યાં છે. ગંગા નદીમાં મૃતદેહો નાંખવાની ઘટનાપછી આઇસીએમઆર અને ડબલ્યુએચઓની ટીમે અલગ અલગ જગ્યાએથી સેમ્પલ લેવાના શ કર્યા છે. આ સેમ્પલ ગુજરાત સહિતના રાયોની નદીઓમાંથી પણ લેવામાં આવે તેવી સંભાવના છે.

 


દિલ્હીમાં ત્રણ જગ્યાએથી પાણીના લેવાયેલા સેમ્પલમાં એક સેમ્પલ  પોઝિટીવ જોવા મળ્યું છે જેથી કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્રારા રાયોમાં પાણીના સેમ્પલ લેવાની કાર્યવાહી કરે તેવું જાણવા મળ્યું છે. ગુજરાતમાં નર્મદા, સાબરમતી, તાપી, મહિસાગર અને વિશ્વામિત્રી જેવી નદીઓના પાણીના સેમ્પલ લેવાઇ શકે છે. એ ઉપરાંત નર્મદા કેનાલમાં પણ સેમ્પલ સર્વે કરવામાં આવી શકે છે. જો કે રાયના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારી હજી એ વાતને નકારી કાઢે છે કે પાણીમાંથી સેમ્પલ લેવાશે.

 


ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને વલ્ર્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટ મુજબ પાણીમાં પણ કોરોના વાયરસ મળ્યો છે. દિલ્હીમાં ત્રણ જગ્યાએથી લેવામાં આવેલ સેમ્પલમાંથી એક સેમ્પલ પોઝિટિવ આવ્યું છે. હવે પાણીમાં ફેલાયેલ વાયરસથી મનુષ્યમાં કેટલી અસર થશે, તે વિષય પર રિસર્ચ કરવામાં આવી રહ્યું છે.

 

એસજીપીજીઆઈનો માઇક્રોબાયોલજી વિભાગ આ રિસર્ચ કરી રહ્યું છે. ઘણી નદીઓમાં મૃતદેહો જોવામાં આવ્યા બાદ આઈસીએમઆર અને ડબલ્યુએચઓએ દેશભરમાં આ રિસર્ચ કરવાનું શ કયુ છે.

 


પાણીમાંથી સેમ્પલ લેવા માટે દેશમાં આઠ સેન્ટરો બનાવવામાં આવ્યા છે. પાણીમાં કોરોના સંક્રમણનો વાયરસ મળી આવે તો તે માનવ શરીરમાં દાખલ થઇ શકે છે કે કેમ એ સંશોધનનો વિષય છે. વિશ્વના તબીબો પાણીમા વાયરસનો ઇન્કાર કરી રહ્યાં છે પરંતુ વાયરસના બદલાતા જતાં સ્વપના કારણે ચોક્કસ આ બાબત સંશોધનનો વિષય બની છે. રાયની નદીઓ અને પાણીના ક્રોતમાંથી સેમ્પલો લેવાનું શ કરવામાં આવે છે કે કેમ તે કેન્દ્રનો વિષય છે. જો રાયોમાં સેમ્પલો લેવાના થાય તો રાય સરકારને સૂચના આપવામાં આવી શકે છે.

 

નવું જોખમ: મુંબઈ પછી લખનૌમાં ગટરના પાણીમાં મળ્યો વાયરસ


ઉત્તરપ્રદેશમાં ગંગા અને યમુના નદીમાં વહેડાવવામાં આવેલા સંખ્યાબધં શબોની તસ્વીરોએ લોકોને અચરજમાં મૂકી દીધા હતા. આ અંગે પ્રકાશમાં આવેલી એક માહિતી ચિંતા વધારે તેવી શકયતા છે. મુંબઈ પછી હવે લખનઉના ગટરના પાણીમાં કોરોનાવાઈરસ હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

 


માઈક્રોબાયોલોજી વિભાગના અધ્યક્ષ ડો.ઉવલા ઘોષાલના જણાવ્યા મુજબ, કોરોનાની બીજી લહેર પછી ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને વલ્ર્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન()એ રિસર્ચ સ્ટડી શ કરી છે. તેના ભાગપે દેશમાંથી અલગ–અલગ શહેરોના સીવેજ સેમ્પલ એકત્રિત કરવામાં આવી રહ્યા છે.

 


ડો.ઉવલા જણાવે છે કે સીવેજ સેમ્પલના ટેસ્ટિંગ માટે દેશમાં ૮ સેન્ટર બનાવવામાં આવ્યા છે. તેમાં યુપીનું લખનઉ  પણ છે. પ્રથમ તબક્કામાં લખનઉની જ ૩ સાઈટમાંથી સીવેજ સેમ્પ લેવામાં આવ્યા છે. તેમાંથી એક જગ્યાના સેમ્પલમાં કોરોનાવાઈરસની પુષ્ટ્રિ થઈ છે. તે સિવાય મુંબઈના સીવેજમાં પણ કોરોનાવાઈરસ મળ્યો છે. હાલ દેશના અન્ય શહેરોમાં સ્ટડી ચાલુ છે.

 


ડો.ઘોષાલ જણાવે છે કે હાલ કોરોના સંક્રમિત તમામ દર્દી હોમ આઈસોલેશનમાં છે. એવામાં તેમનુ સ્ટૂલ સીવેજમાં જાય છે. ઘણા દેશોમાં થયેલા સ્ટડીમાં બહાર આવ્યું છે કે ૫૦ ટકા દર્દીઓના સ્ટૂલમાં પણ વાઈરસ પહોંચી જાય છે. એવામાં સીવેજમાં વાઈરસ મળવા પાછળનું કારણ સ્ટૂલ હોઈ શકે છે.

 


ડો.ઘોષાલના જણાવ્યા મુજબ શહેરના પાણીમાં વાઈરસની પુષ્ટ્રિ તો થઈ ગઈ છે. જોકે પાણીમાં રહેલા વાઈરસથી સંક્રમણ ફેલાશે કે નહિ તે હાલ રિસર્ચનો વિષય છે. એવામાં યુપીના અન્ય શહેરોમાંથી પણ સેમ્પલ એકત્રિત કરવામાં આવશે. સીવેજ સેમ્પલ ટેસ્ટિંગના આધારે હવે મોટો સ્ટડી થશે. સાથે જ તેનાથી સંક્રમણના ફેલાવવા અંગે પણ સ્ટડી કરવામાં આવશે.

 


આ પહેલા હૈદરાબાદના હત્પસૈન સાગર સરોવર સિવાય નાચારમના પેદ્દત્પા ચેરવુ અને નિઝામ તળાવમાંથી પણ કોરોનાવાઈરસનું જેનેટિક મટિરિયલ મળી ચુકયું છે. જોકે સ્ટડીમાં એ વાત  બહાર આવી છે કે તેનાથી સંક્રમણ આગળ ફેલાયું નથી. કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ, ઈન્ડિયન ઈન્સ્ટીટૂટ ઓફ કેમિકલ ટેકનોલોજી, સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલીકયૂલર બાયોલોજી અને એકેડમી ઓફ સાયન્ટિફિક એન્ડ ઈનોવેટિવ રિસર્ચે મળીને આ અભ્યાસ કર્યેા છે. ૭ મહિના દરમિયાન થયેલા આ સ્ટડીમાં પ્રથમ અને બીજી લહેરને કવર કરવામાં આવી છે.

 


સ્ટડીના જણાવ્યા મુજબ, વસ્તીમાંથી જે અનટ્રીટેડ અને ગંદુ પાણી આવ્યું, તેના કારણે કોરોના વાઈરસનું જેનેટિક મટિરિયલ તળાવોમાં ફેલાયું. આ જેનેટિક મટિરિયલથી કોરોનાનું સંક્રમણ આગળ ન ફેલાયું પરંતુ તેનો ઉપયોગ આવનારી લહેરના અનુમાનના સ્ટડી માટે કરી શકાય છે.

 


ઓનલાઈન જર્નલ કેડબલ્યુઆરના ૨૪ માર્ચ ૨૦૨૦ના અંકમાં નેધરલેન્ડના વૈજ્ઞાનિકનો સ્ટડી પ્રકાશિત થયો હતો. તેમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં કોરોનાવાઈરસના ૩ સક્રિય જીન્સ મળવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ રીતે યુકેના સેન્ટર ફોર ઈકોલોજી એન્ડ હાઈડ્રોલોજી મુજબ કોરોનાવાઈરસ મળ કે પછી ગંદા પાણીમાં પણ થોડા સમય સુધી સક્રિય રહી શકે છે. જોકે કેટલા સમય સુધી પાણીમાં સર્વાઈવ કરે છે, તેની હજી સુધી કોઈ પુષ્ટ્રિ થઈ નથી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS