કોરોનાને કારણે વસતી ગણતરીની કાર્યવાહી મોડી શરૂ થવા સંભવ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના વાયરસનો અજગર ભરડો ધીમે-ધીમે વધી રહ્યો છે અને અંશત: લોકડાઉન જેવી સ્થિતિ છે તેવા સંજોગોમાં સરકાર આગામી ૧લી એપ્રિલથી શરૂ થઈ રહેલી વસતી ગણતરી અને એનપીઆરની કામગીરી પાછી ઠેલે તેવી પૂરેપૂરી સંભાવના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ૧લી એપ્રિલથી દિલ્હી, આંદામાન-નિકોબાર, લક્ષદ્વિપ અને મેઘાલયમાં વસતી ગણતરી અને એનપીઆરની કામગીરી લોન્ચ થવાની હતી પરંતુ હવે સરકાર તેમાં ફેરફાર કરી શકે છે. ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે વડાપ્રધાનને પત્ર લખીને કહ્યું છે કે કોરોનાને નિયંત્રિત કરવા માટે રાજ્યની મશીનરી કામે લાગી છે. આવી સ્થિતિમાં વસતી ગણતરીની કામગીરી હાથ ધરવી મુશ્કેલભરી છે. આ માટે સરકારે વસતી ગણતરીની કાર્યવાહી હાલ પૂરતી મુલતવી રાખવી જોઈએ.


ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારે હાલ પૂરતો કોઈ પ્રતિભાવ આપ્યો નથી પરંતુ આગામી કેટલાક દિવસમાં આ અંગેની જાહેરાત થઈ શકે છે. આ સૂત્રોએ એમ પણ કહ્યું હતું કે જો વસતી ગણતરીની તારીખમાં ફેરફાર કરવામાં આવે તો સપ્ટેમ્બર ૨૦ સુધી નિર્ધારિત કરવામાં આવેલી ડેડલાઈન જાળવી શકાય તેવી સ્થિતિ છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
Recent News
RELATED NEWS