આ અભિનેત્રીની સીરીઝ રસભરીમા નાની બાળકીનો ઉત્તેજક ડાન્સ દર્શાવાતાં નારાજ થયા પ્રસુન્ન જોશી

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

સ્વરા ભાસ્કરની વેબસીરિઝ રસભરી તાજેતરમાં રિલિઝ થઇ છે. આ વેબ સીરીઝ અને દર્શકોએ ખૂબ જ સારો રિસ્પોન્સ આપ્યો છે. હવે આ વેબ સીરીઝને લઈને ફિલ્મ સેન્સર બોર્ડના હેડ અને લેખક પ્રસૂન જોશી નારાજ થયા છે. 

 

પ્રસૂન જોશીએ આ સિરીઝમાં દર્શાવવામાં આવેલા એક સીન પર નારાજગી વ્યક્ત કરી છે તેમના જણાવ્યા પ્રમાણે આ વેબ સીરીઝમાં એક નાનકડી બાળકીને પુરુષો સાથે ઉત્તેજક ડાન્સ કરતા દેખાડવામાં આવી છે જે ખરેખર નિંદનીય છે.

 

પ્રસૂન એ પોતાની નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેઓને આ બાબત તો દુઃખ થયું છે તેમજ રસ ફરી મા સંવેદનશીલતા સાથે એક નાનકડી બાળકીને આ રીતે દર્શાવવામાં આવી છે તે બાબતની નિંદા થવી જોઈએ.

 

પ્રસંગે જણાવ્યું છે કે એ બાબતનું દુઃખ થયું છે કે વેબ સીરિઝ રસ ભરી માં સંવેદનશીલતા સાથે એક બાળકીને આ રીતે નાશ દેખાડવામાં આવી છે અને દર્શકો માટે મનોરંજન કહેવાય કે નહીં તે દર્શકો એ વિચારવાની જરૂરિયાત છે. 

 

આ પ્રતિક્રિયા તેમણે ટ્વિટર મારફતે આપી છે. આ બાબતને લઈને લોકો અત્યારે ઘણા પ્રકારની ચર્ચા કરી રહ્યા છે, લોકો કહી રહ્યા છે કે સિનેમામાં પણ એ જ દર્શાવવામાં આવી રહ્યું છે સમાજમાં જે થઈ રહ્યું છે. જોકે એક યુઝર નો જણાવવું છે કે ફિલ્મોની જેમ વેબ સીરીઝને પણ બોર્ડની મંજૂરી લેવી જોઈએ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS