ત્રીજી લહેરની તૈયારી:એક સાથે 25 ને અગ્નિદાહ આપી શકાય એવું મોટું સ્મશાન બનાવાશે

  • July 02, 2021 03:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના ની ત્રીજી લહેર ન આવે તેવી સૌ કોઈ ભગવાનને પ્રાર્થના કરી રહ્યું છે જો ત્રીજી લહેર આવે તો તેમાં ઓછામાં ઓછી તકલીફ પડે તેવી પણ ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે આમ છતાં જો ત્રીજી લહેર આવે તો તેને પહોંચી વળવા માટેની તડામાર તૈયારીઓ તંત્ર દ્વારા થઈ રહી છે. કોરોના ની બીજી લહેર દરમિયાન મોટી સંખ્યામાં મૃત્યુ થયા હતા અને કલાકો સુધી રાહ જોવા છતાં સ્મશાનમાં વારો આવતો ન હતો ભવિષ્યમાં આવા બનાવોનું પુનરાવર્તન ન થાય તે માટે આગોતરા આયોજનના ભાગરૂપે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજકોટની ભાગોળે આણંદપર નજીક એક સાથે 25 ને અગ્નિદાહ આપી શકાય તેવા વિશાળ સ્મશાન બનાવવાનું આયોજન ઘડી કઢાયું છે.

 

આણંદપરમા સરકારી ખરાબાની 100 એકર જેટલી જગ્યા ખાલી પડી છે અને તેમાં જેટલી જગ્યા નો ઉપયોગ કરવાનું જરૂર પડશે તેટલી જગ્યા ઉપયોગમાં લેવાશે.

 

બીજી લહેર દરમિયાન લોકો ટપોટપ મરી રહ્યાં હતા અને સ્મશાનમાં અગ્નિદાહ આપવા માટે પણ મોટી લાઈનો લાગી હતી આ બાબતને ધ્યાનમાં રાખી બીજી લહેરમાં રાજકોટની બાજુમાં આવેલા ગઢકા આણંદપુર નવાગામ વાગુદડ સહિત આસપાસના દસ ગામના સ્મશાન અગ્નિદાહ માટે પસંદ કરાયા હતા હવે આણંદપરમા એક સાથે 25 ને અગ્નિદાહ આપી શકાય એવું મોટું સ્મશાન બનાવવામાં આવી રહ્યું છે.

 

કલેકટર કચેરીના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ સોખડા ડમ્પિંગ યાર્ડની બાજુમાં આ જગ્યા આવેલી છે અને ત્યાં સ્મશાનના ખાટલા ગોઠવવાની કામગીરી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે આ ઉપરાંત સ્મશાનના સૂચિત સ્થળે પાણી લાઇટ લાકડા જેવી વ્યવસ્થા ગોઠવવામાં આવનાર છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS