ત્રીજી લહેરમાં બાળકોને બચાવવા રાજકોટમાં અત્યારથી તૈયારીઓ

  • May 27, 2021 06:33 PM 

ગુજરાત પિડીયાટ્રીક એસોસિએશને તૈયાર કર્યેા એકશન પ્લાન: કેટલી બાળકોની હોસ્પિટલ, આઇસીયુ અને વેન્ટિલેટરની સ્થિતિ શું છે? પર ડેટા બનાવ્યો: તબીબોના સૂચનો પરથી રીપોર્ટ બનાવી સરકારને સોંપાશે: ટૂંક સમયમાં ખાસ હેલ્પલાઇન શરૂ થશે

 


ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થવાની સંભાવનાઓ વચ્ચે સરકાર દ્રારા દેશભરના બાળરોગ નિષ્ણાંતો પાસેથી બાળકોને કઈ રીતે બચાવી શકાય ?, સંક્રમિત થાય તો કેવી રીતે સારવાર આપી શકાય ? સહિત વિગતવાર સજેશન મંગાવવામાં આવ્યા છે જેને અનુલક્ષીને રાજકોટ સહિત રાયભરના પીડીયાટ્રીક ઓનલાઈન મિટિંગ દ્રારા પોત પોતાના અભિપ્રાયો અને કારણો આપી રહ્યા છે. આ સમગ્ર ડેટા તૈયાર કરીને રિપોર્ટ એકેડેમી ઓફ પિડીયાટ્રીકસ સરકારને સોંપશે. પ્રથમ અને બીજી લહેર માં લાખો લોકો સંક્રમિત થયા અને ઘણી માનવ જિંદગી ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે હવે જો ત્રીજી લહેર બાળકોને ઓછા માં ઓછું નુકસાન કરે તેવા આશય સાથે તબીબો મેદાનમાં ઉતર્યા છે.

 


ગઇકાલે રાત્રે રાજકોટ સહિત રાયભરના પીડિયાટિ્રક તબીબોએ ઓનલાઇન મિટિંગમાં લીધો ભાગ લઈ અભિપ્રાયો રજૂ કર્યા હતા.તાજેતરમાં કોરોનાની બીજી ઘાતક લહેર કાબુમાં આવ્યા બાદ સરકાર એકસન મોડમાં જોવા મળી રહી છે. જેમાં હવે કોરોનાની ત્રીજી લહેર આવે અને તેમાં બાળકો માટે ઘાતક નીવડે તો શું કરી શકાય એ માટે સરકાર દ્રારા ખાનગી અને સરકારી પીડિયાટિ્રક ડોકટરો પાસે કેટલાક સૂચનો અને માહિતી મંગાવવામાં આવી છે.

 

 

ટૂંક સમયમાં બાળરોગ નિષ્ણાતો દ્રારા ઓનલાઈન વર્કશોપ
આગામી સાહ થી ગુજરાતના બાળરોગ નિષ્ણાંતો દ્રારા ઓનલાઇન વર્કશોપ શ કરવામાં આવશે તેમ જરી માર્ગદર્શન આપવામાં આવશે. અને આ દરમિયાન એક સ્પેશિયલ હેલ્પલાઇન નંબર તબીબો માટે શ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં બાળકોને કોરોના સારવાર દરમિયાન કોઇ મૂંઝવણ હોય અથવા કોઇ પ્રશ્ન હોય તો તે હેલ્પલાઇન નો સંપર્ક સાધી યોગ્ય ઉત્તર સાથે સારવાર મળી શકશે.

 

 

રાજયભરનાં ડોકટરોનો એકશન પ્લાન તૈયાર: ડો.જંખના સંઘવી
રાજકોટ પીડિયાટિ્રક એસોસિએશનમાં પ્રમુખ ડો. જંખના સંઘવીએ જણાવ્યું હતું કે , અમે ઈચ્છતા નથી કે બાળકો વધુ સંક્રમિત થાય પરંતુ જો આ લહેર ઘાતક નીવડે તો અમે ડોકટરો કોરોના સામે લડવા તૈયાર છીએ. ગઇકાલે રાત્રે ઓનલાઇન બેઠક મળી હતી જેમાં રાજકોટના નામાંકિત પીડિયાટિ્રક ડોકટર વચ્ચે ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કેટલા બાળરોગ માટેના તબીબો અને ખાનગી પીડિયાટિ્રક કેટલી હોસ્પિટલ છે ? કેટલા બેડ છે ? કેટલા ઓકિસજન બેડ છે ? કેટલા  બેડ છે તેની યાદી તૈયાર કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો. જે યાદી તૈયાર કરી સરકારને આપવામાં આવશે.

 


પ્રિવેન્સન, પ્રિકોશન પર ફોકસ: ડો.જય ધીરવાણી
રાજકોટ આઇઆઇએમના પૂર્વ પ્રમુખ અને બાળરોગ નિષ્ણાતં ડો.જય ધીરવાણી એ ગઈકાલે ઓનલાઈન મીટીંગમાં એક કરતાં વધુ સૂચનો સૂચવ્યા છે જેમાં ખાસ કરીને આ બાબતે બાળકો અને તેમના પેરેન્ટસ અવેરનેસ લાવવાની જરિયાત છે. તેમને જણાવ્યું હતું કે પીડિયાટિ્રક તબીબો પ્રિવેન્સન , પ્રિકોશન અને રિસર્ચ આ ત્રણ મુદા પર ભાર આપવા નિર્ણય કર્યેા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS