સાયકલોનની સંભવિત અસરોને પહોંચી વળવા પૂરી તૈયારી

  • May 17, 2021 03:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તૌકતે સાયકલોનની સંભવિત અસરોને પહોંચી વળવા જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાની આગેવાની હેઠળ ભાવનગર જિલ્લા વહીવટી તત્રં સંપૂર્ણ સ  બન્યું છે. જિલ્લામાં તૌકતે સાયકલોનને કારણે કોઈ જાન–માલની નુકસાન ન થાય તે માટે તત્રં સુસ બની કાર્યવાહી કરે તે માટે જિલ્લા કલેકટર દ્રારા વિવિધ વિભાગોને જરૂરી સૂચન તથા માર્ગદર્શન પૂં પાડવામાં આવ્યું હતું. આ બેઠકમાં ભાવનગર મ્યુનિસિપલ કમિશનરશ્રી એ.એમ.ગાંધી, જિલ્લા વિકાસ અધિકારી વરૂણ બરનવાલ તથા જિલ્લાના વરિષ્ટ્ર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

 


કોરોનાના દર્દીઓની સારવારમાં વિક્ષેપ ન પડે તે માટે કરાયુ આયોજન
ખાસ કરીને કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોરોનાના દર્દીઓની યાં સારવાર ચાલે છે તેવી હોસ્પિટલો ખાતે વીજ પુરવઠો ન ખોરવાય. ઓકિસજનની પૂરતી વ્યવસ્થા રહે તે માટે આગોતં આયોજન કરવામાં આવ્યું છે. બચાવ અને રાહત કામગીરી સહિતનું આયોજન કરવામાં આવ્યું છે.વીજ પુરવઠો ખોરવાય તો હેન્ડ હેલ્ટ ટોર્ચ, ડી.જી.જનરેટર સેટ, સહિતની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. ઓકિસજન સહિતની વ્યવસ્થા માટેની તૈયારીઓ કરી સાયકલોનનો સામનો કરવાં તત્રં સાબદૂ કરવામાં આવ્યું છે.રેશનીંગની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

 


તાલુકા કક્ષાએ કન્ટ્રોલ રૂમ શરૂ અને કર્મચારીઓની ફાળવણી
જિલ્લા કલેકટરની સૂચના અનુસાર તત્રં દ્રારા દરેક તાલુકા કક્ષાએ અધિકારીઓની લાયઝન ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમજ જિલ્લા તથા તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કરી તેમાં મહેસૂલ તથા પંચાયતના કર્મીઓની ફાળવણી કરવામાં આવી છે. સંભવિત સાયકલોનને પગલે જિલ્લાના દરિયાકાંઠાની નજીકનાં ગ્રામ્ય વિસ્તારોમાં આશ્રયસ્થાનો ઉભા કરવામાં આવ્યાં છે. સ્થાનિક પંચાયત તથા મહેસૂલના અધિકારીઓને જરૂર પડે તેનો ઉપયોગ કરવાં સૂચના આપવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોના લોકોનું સ્થળાંતર સહિતની કામગીરી યુધ્ધના ધોરણે કરવામાં આવી રહી છે.

 


૧૯–મે સુધી દરિયો ન ખેડવા માછીમારોને સૂચના
હાલ દરિયામાં રહેલી બોટને પરત બોલાવી લેવાની સૂચના આપી દેવામાં આવી છે.તેમજ આગામી તા. ૧૯ મી સુધી દરિયો ન ખેડવાં માટેની સૂચના આપી દેવામાં આવી છે. જર જણાયે નીચાણવાળા વિસ્તારોમાં વસતાં લોકોને સલામત સ્થળોએ ખસેડવા તત્રં દ્રારા પૂરતી વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે.

 


દવાઓનો જથ્થો ઉપલબ્ધ રાખવા તથા કમ્યુનીકેશન ન અટકે તે માટે કરાઈ વ્યવસ્થા
આરોગ્ય વિભાગને પૂરતો દવાનો જથ્થો ઉપલબ્ધ રાખવાં તથા અગરિયાઓને સલામત સ્થળે ખસેડવાની સૂચના અપાઈ છે.વીજ પુરવઠો ન ખોરવાય તે માટે ડી.જી. સેટ સહિતની વ્યવસ્થા બેક અપ પ્લાન તરીકે રાખવાં આનુસંગિક વ્યવસ્થાઓ હાથ ધરવા પી.જી.વી.સી.એલ.ને સૂચિત કરાયું છે. વધુ વરસાદ અને સાયકલોનથી કાચા સ્ટ્રકચરોને સલામત રીતે ખસેડી કોઇ જાનમાલનું નુકશાન ન થાય તે માટેની સૂચનાઓ સંબંધિત અધિકારીઓને આપી દેવામાં આવી છે. આ સિવાય કમ્યુનિકેશન બની રહે તે માટે હરીફરી શકે તેવાં મોબાઇલ ટાવર સહિતની વ્યવસ્થાઓ સુનિશ્ચત કરવામાં આવી છે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS