ભાવ. સહકારી હાટના પુર્વ ઓફીસરે સંસ્થા સાથે કરી ર.પ6 લાખની છેતરપીંડી

  • March 04, 2021 03:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાઠયપુસ્તક મંડળને આપવાનો ચેક પોતાના અંગત ખાતામાં જમા કરાવી સંસ્થા સાથે ઠગાઇ કયર્નિી પોલીસ ફરિયાદ
 


ભાવનગર સહકારી હાટ મધ્યસ્થ ભંડાર લી.ના અગાઉના ગુજરાત પાઠ્યપુસ્તકમાંથી મંગાવાયેલ પુસ્તકોના.અઢી લાખ કરતા વધુ રકમનો ચેક પાઠયપુસ્તકના મંડળમાં જમા નહી કરાવી પોતાના અંગત ખાતામા ચેક જમા કરાવી પુર્વ એડમીનીસ્ટ્રેટ ઓફીસરએ સંસ્થા સાથે વિશ્ર્વાસઘાત અને છેતરપીંડી કરી હોવાની ફરિયાદ એ ડીવીઝન પોલીસમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

 


ભાવનગર સહકારી હાટ મધ્યસ્થ ભંડાર લી.માં એડમીનીસ્ટ્રેટ ઓફીસર તરીકે અગાઉ નોકરી કરતા જવાહર પ્રભુભાઈ શાસ્ત્રી (રહે. અક્ષરકુટીર, બ્લોક નં.1, પારસમણી ફ્લેટ, હોમ સ્કુલ પાછળ, તખ્તેશ્વર પ્લોટ, ભાવનગર)એ સહકારી હાટમાં પુસ્તકોના વેચાણ માટે તા.1-5-2018 થી 30-11-2018ના સમયગાળા દરમીયાન ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળ પાસેથી ા.2,56,000ના પુસ્તકોની ખરીદી કરેલ જેના નાણા ચુકવવા માટે  બેંક દ્વારા ચુકવવાના હતા જે અંગેનો એક ચેક તેમણે લઈ લીધો હતો. જે ચેક પાઠ્યપુસ્તક મંડળમાં જમા કરાવવાને બદલે તેના નાણા પોતાના દેનાબેંકના તખ્તેશ્વર શાખામાં જમા કરાવી દીધા હતા. આખી સંસ્થા સામે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હોવાની ફરીયાદ મધુભાઈ વ્યાસ (રહે.ભરતનગર, બ્લોક નં.6/એ, શિવનગર સોસાયટી)એ નીલમબાગ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application