રાજ્યમાં 31 જુલાઈ સુધી પ્રાથમિક શાળાનો સમય સવારનો કરવા સુચના

  • July 02, 2021 11:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં કોરોનાની બીજી લહેર હળવી થઈ રહી છે...પરંતુ શાળાઓ ઓનલાઈન શિક્ષણ ચાલુ જ છે ત્યારે પ્રાથમિક શાળાનો સમય સવારનો કરવા સુચના આપવામાં આવી છે...રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાનો સમય સવારનો કરવાનો નિર્ણય લીધો છે...રાજ્યની તમામ શાળાને સવારની પાળીમાં ચલાવવા માટે સુચના આપવામાં આવી છે....31 જુલાઈ સુધી રાજ્યની તમામ શાળાનો સમય સવારનો રહેશે...સાથોસાથ અભ્યાસના કલાકોમાં ઘટાડો ન થાય તે જોવાની પણ તાકીદ કરવામાં આવી છે...પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા આજે શુક્રવારે પરિપત્ર કરી શાળાનો સમય સવારનો કરવા આદેશ આપ્યો છે....ઉલ્લેખનીય છે કે પ્રાથમિક સ્કૂલોના સમયને લઈને પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી...જેને ધ્યાનમાં રાખીને પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા શાળાનો સમય સવારનો કરવા આદેશ આપ્યો હતો...


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS