વડાપ્રધાન મોદી બે દિવસના બાંગ્લાદેશના પ્રવાસે: કોરોનાકાળમાં પહેલો વિદેશ પ્રવાસ

  • March 26, 2021 08:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાંગ્લાદેશ પોતાની આઝાદીના પચાસ વર્ષ પૂરા થયાનો જસ્ન મનાવી રહ્યું છે અને મોદી અતિથિવિશેષ છે



પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પોતાના બે દિવસના બાંગ્લાદેશના પ્રવાસે ગયા છે. કોરોના મહામારીની શરૂઆત થયા બાદ પ્રધાનમંત્રીનો આ પહેલો વિદેશ પ્રવાસ છે. પીએમ મોદી નો બાંગ્લાદેશ પ્રવાસ માત્ર કોરોનાકાળમાં તેમનો પહેલો વિદેશ પ્રવાસ છે એટલું જ નહીં પરંતુ ભારતના વીવીઆઈપી વિમાન એર ઈન્ડિયા-1ની પણ વિદેશી ધરતી માટે પહેલી મુસાફરી હશે. બાંગ્લાદેશ પોતાની આઝાદીના પચાસ વર્ષ પૂરા થયાનો જશ્ન મનાવી રહ્યું છે. જેમાં પીએમ મોદી મુખ્ય અતિથિ તરીકે સામેલ થવાના છે. ઢાકા એરપોર્ટ પર બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું.

 


બાંગ્લાદેશની રચનામાં ભારતે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ જ કારણ છે કે આ ખાસ અવસરે ભારતના પ્રધાનમંત્રી સામેલ થઈ રહ્યા છે. પીએમ મોદીના પ્રવાસ પહેલા બાંગ્લાદેશને સજાવવામાં આવ્યું છે. ઢાકામાં હાલ તહેવાર જેવો માહોલ છે. પીએમ મોદી અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે.

 


પ્રધાનમંત્રી બાંગ્લાદેશના 50માં સ્વાતંત્રતા દિવસ અને તેના સંસ્થાપક બંગબંધુ શેખ મુજીબુર્રહમાનના જન્મશતાબ્દી સમારોહમાં સામેલ થશે. પ્રધાનમંત્રી મોદીએ પોતાની બાંગ્લાદેશ યાત્રા વિશે કહ્યુ- હું 26-27 માર્ચના બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાના નિમંત્રણ પર બાંગ્લાદેશના પ્રવાસે છું. મને ખુશી છે કે કોરોનાની શરૂઆત બાદ મારી પ્રથમ વિદેશ યાત્રા મિત્ર પડોશી દેશની સાથે થશે, જેની સાથે ભારતના સાંસ્કૃતિક અને ભાષાકીય સંબંધો રહ્યા છે.

 


આ પ્રવાસના ઘણા રાજકીય, ઔતિહાસિક અને ધાર્મિક અર્થ કાઢવામાં આવી રહ્યાં છે, પરંતુ આ સમયમાં તેઓ ત્રણ સ્થળો પર જશે. તેમાં એક છે તુંગીપાડા સ્થિત બંગબંધુ મેમોરિયલ એટલે કે બાંગ્લાદેશના સંસ્થાપકનું જન્મસ્થળ. ત્યારબાદ તેઓ બે મંદિરોના દર્શન માટે જશે, જેનું પોતાનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ છે. તેમાં એક છે ઓરાકાંડી સ્થિત મતુઆ સમુદાયનું હરિચાંદ ઠાકુરની સ્થળ ઠાકુડ બાડી અને બીજુ છે બોડિશાલની સુગંધા શક્તિપીઠ. આ સિવાય તિસ્તા નદી સંધિ પર પણ કરશે.

 


તુંગિપારા મુજિબુર રહમાનનું જન્મસ્થળ છે. બાંગ્લાદેશને વર્ષ 1971મા આઝાદ કરાવનાર બંદબંધુ મુજિબુર રહમાન આ ભવ્ય મકબરાની અંદર દફન થયેલા છે, જેને બંગબંધુ સમાધી કહેવામાં આવે છે. 15 ઓગસ્ટ 1875ના તેઓ ઢાકાના ધનમંડીના 32 નંબર રસ્તાના 688 નંબરના મકાનમાં હતા. તે સમયે સેનાની બે બટાલિયને વિદ્રોહ કરી તેમના ઘરમાં હુમલો કર્યો અને હત્યા કરી દીધી. અહીં બંગબંધુ સંગ્રાહલય છે. આ પહેલાના પ્રવાસમાં પણ પીએમ મોદી સંગ્રહાલય જોવા ગયા હતા.

 


ઢાકાથી લગભગ 144.6 કિમી દૂર ઓરાકાંડી મતુઆ સમુદાયના સંસ્થાપક હરિચાંદ ઠાકુરનું મંદિર છે. 1860માં તેમણે અહીંથી ધાર્મિક સુધાર આંદોલન શરૂ કર્યુ હતું. આ સમુદાયમાં સમાજના તે વર્ગને માન-સન્માન અધિકાર આપવામાં આવે છે જે અછૂત માનવામાં આવશે. તેને તેમણે નામસૂદ્ર નામ આપ્યુ.

 


વર્ષ 1947ના વિભાજન બાદ આ સમુદાયના ઘણા લોકો ભારત આવી ગયા અને બંગાળમાં 24 પરગના, દક્ષિણ પરગના, નદિયા, જલપાઇગુડી, સિલીગુડી, કૂચ બિહાર અને બર્ધમાન વિસ્તારમાં ફેલાઈ ગયા. તેમની વસ્તી લગભગ બે-ત્રણ કરોડ લોકો છે. બંગાળની 30 વિધાનસભા સીટો પર આ સમાજની અસર માનવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે પીએમ મોદીના પ્રવાસથી સમુદાયના લોકોનું ભાજપ્ને સમર્થન મળી શકે છે. પીએમ મોદી આ મંદિરમાં 30 મિનિટ રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS